Cricket/ રોહિત શર્માને ચાલુ મેચમાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યો, ઋષભ પંતને પણ…

બીજી સ્લિપમાં ફિલ્ડિંગ કરતા રોહિતે મોહમ્મદ સિરાજની ઇનિંગની બીજી ઓવરના ચોથા બોલ પર અનામુલ હકનો કેચ છોડ્યો અને આ દરમિયાન તેના ડાબા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું…

Top Stories Sports
Rohit Sharma hospital

Rohit Sharma hospital: ભારતીય સુકાની રોહિત શર્માને બુધવારે અહીં બાંગ્લાદેશ સામેની બીજી વનડે દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે ડાબા અંગૂઠામાં ઈજા થતાં તેને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બીજી સ્લિપમાં ફિલ્ડિંગ કરતા રોહિતે મોહમ્મદ સિરાજની ઇનિંગની બીજી ઓવરના ચોથા બોલ પર અનામુલ હકનો કેચ છોડ્યો અને આ દરમિયાન તેના ડાબા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ટ્વિટ કર્યું કે, “ભારતીય કેપ્ટન રોહિત શર્માને બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે અંગૂઠામાં ઈજા થઈ હતી. BCCIની મેડિકલ ટીમ તેનું મૂલ્યાંકન કરી રહી છે, તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે.

બાંગ્લાદેશ પ્રથમ વનડે એક વિકેટથી જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. જો રોહિત શર્માની ઈજા ગંભીર સાબિત થાય છે તો તે ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. કારણ કે ODI શ્રેણીની હજુ એક મેચ બાકી છે, સાથે જ આ પછી બે મેચની ટેસ્ટ શ્રેણી પણ છે. ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ માત્ર રોહિત શર્મા જ કરશે. જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2022 બાદ રોહિત શર્મા બ્રેક લઈને વાપસી કરી રહ્યો છે. તે ટીમ ઈન્ડિયા સાથે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગયો ન હતો. રોહિત બાંગ્લાદેશ પ્રવાસમાંથી જ પાછો ફર્યો હતો, જ્યાં ટીમ ઈન્ડિયાને પ્રથમ વનડેમાં એક વિકેટથી પરાજય મળ્યો હતો. હવે રોહિત શર્મા બીજી વનડેમાં ઈજાગ્રસ્ત થયો હતો.

જણાવી દઈએ કે બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે. ઋષભ પંતને શ્રેણીની શરૂઆત પહેલા જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. BCCIએ માહિતી આપી હતી કે મેડિકલ ટીમની સલાહ પર ઋષભ પંતને મુક્ત કરવામાં આવ્યો છે. આ સિવાય કુલદીપ સેનને પણ પીઠમાં થોડી સમસ્યા હતી, જેના કારણે તે બીજી વનડેમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.

આ પણ વાંચો: love story/દિલ્હી પર રાજ કરનારા અરવિંદ કેજરીવાલની લવસ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી