fourth test deadly player: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે. સિરીઝની છેલ્લી મેચ ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વની છે. WTCની ફાઈનલમાં સીધા પ્રવેશ માટે તેણે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં કેટલાક મોટા ફેરફાર કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદમાં યોજાનારી આ મેચમાં સ્પિન પિચ બનાવવામાં આવશે નહીં. આ જોતા રોહિત તેના પ્લેઇંગ 11માં ફેરફાર કરી શકે છે. રોહિત શર્મા ટીમમાં એવા ખેલાડીને તક આપી શકે છે જે ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે ઘાતક સાબિત થઈ શકે છે. અમે વાત કરી રહ્યા છીએ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની.
મોહમ્મદ શમીને ચોથી ટેસ્ટ માટે પ્લેઈંગ 11માં સ્થાન મળવાની આશા છે. વર્કલોડ મેનેજમેન્ટના કારણે શમીને ઈન્દોરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. તેના સ્થાને ઉમેશ યાદવ પ્લેઇંગ 11નો ભાગ બન્યો. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં મળેલી હાર અને ચોથી ટેસ્ટ મેચના મહત્વને જોતા તેને ફરી એકવાર ટીમમાં તક મળી શકે છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે મેડિકલ સ્ટાફ સાથે પરામર્શ કરીને IPLની મોટાભાગની મેચો રમનારા અને ODI વર્લ્ડ કપના આયોજનમાં સામેલ એવા ફાસ્ટ બોલરોના વર્કલોડ મેનેજમેન્ટનું આયોજન કર્યું છે.
અમદાવાદની પીચમાં થશે ફેરફાર!
બોર્ડર ગાવસ્કર સિરીઝમાં મોહમ્મદ શમી અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર રહ્યો છે. તેણે બે મેચમાં 30 ઓવર ફેંકી છે અને સાત વિકેટ લીધી છે. અમદાવાદની સૂકી પીચ પર ટીમ ઈન્ડિયાને તેની ખૂબ જરૂર પડશે. આવી પિચ રિવર્સ સ્વિંગ માટે અનુકૂળ હોઈ શકે છે. ભારતીય ટીમ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી આગળ છે. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બાદ પિચને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. ICCએ હોલકર સ્ટેડિયમની પિચને પણ ખરાબ રેટિંગ પોઈન્ટ આપ્યા હતા. આ સમગ્ર સિરીઝમાં પિચોને લઈને ઘણી ચર્ચા થઈ છે. પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અમદાવાદની પીચ સારી છે અને ઝડપી બોલરોને મદદ કરી શકે છે.
આ પણ વાંચો: Chardham-Yatra/ શરૂ થવા જઈ રહી છે ચારધામ યાત્રા, જોશીમઠ રસ્તો હજુ પણ જોખમમાં
આ પણ વાંચો: Swami Nithyananda/ ભારતના ભાગેડુ બળાત્કારી નિત્યાનંદના યુએનમાં દૂત, બન્યો આર્થિક ચર્ચાનો ભાગ
આ પણ વાંચો: Exclusive/ ભાજપ માટે ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય કેમ મહત્વપૂર્ણ?