Telangana news : તેલંગાણા પોલીસે શુક્રવારે રોહિત વેમુલા આત્મહત્યા મામલામાં એક ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. રિપોર્ટમાં તત્કાલિન સિકંદરાબાદના સાંસદ બંડારૂ દત્તાત્રય, વિધાન પરિષદના સભ્ય એન રામચંદર રાવ, કુલપતિ અપ્પા રાવ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના નેતાઓ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સહિત તમામ આરોપીઓને ક્લિન ચીટ આપી દીધી છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે રોહિતે કેટલાય કારણોથી તે તણાવગ્રસ્ત હોવાથી કરી હતી. કેમ્પસમાં તેની રાજનિતીક વ્યસ્તતાને કારમે શૈક્ષણિક મોરચા પર તેનું ખરાબ પ્રદર્શન પણ એક કારણ હતું. તે સિવાય તેની માતા દ્વારા તેના માચે અનુસુચ્ત જાતિ (એસસી) પ્રમાણપત્રની વ્યવસ્થા કરવી એ પણ તણાવનું એક કારણ હતું.
પોલીસ રિપોર્ટમાં કહેવાયું છે કે જો મૃતકનો અભ્યા જોવામાં આવે તો એવું લાગે છે કે તે પોતાના અભ્યાસને બદલે કેમ્પસમાં વિદ્યાર્થી રાજનિતીક મુદ્દાઓમાં વદારે સામેલ હતો. તેમે પોતાની પહેલી પીએચડી બે વર્ષ કર્યા બાદ બંધ કરી દીધી હતી અને તે બીજી પીએચડી કરવા લાગ્યો હતો. જેમાં પણ તે ગેરશૈક્ષણિક ગતિવિધીઓને કારણે વધુ પ્રગતિ ન થઈ. ર્પોર્ટ મુજબ રોહિત એ વાત જાણતો હતો કે તેની માતાએ તેના માટે એસસી પ્રમાણપત્રની વ્યવસ્થા કરી હતી અને તેને ચિંતા હતી કે તેના સાથીઓને આ બાબતે જાણ થશે તો તેની પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે.
તે સિવાય મૃતકને પોતાને ખબર હતી કે તે અનુસુચિત જાતિનો નથી અને તેની માતાએ તેને એસસીનું પ્રમાણપત્ર અપાવ્યું હતું. તે સતત ભયમાં રહેતો હતો કે જ્યારે આ પ્રમાણપત્રનો ખુસાલો થશે ત્યારે તેણે વર્ષોથી પ્રાપ્ત કરેલી શૈક્ષણિક ડિગ્રી કોવી પડશે અને કેસનો સામનો કરવા માટે મજબૂર થવું પડશે. આમ મૃતકને કેટલાય મુદ્દા પરેશાન કરી રહ્યા હતા જે તેને આપઘાત કરવા પ્રેરિત કરી શકતા હતા. સર્વોત્તમ પ્રયાસ બાદ પણ એ સાબિત કરવા કોઈ પૂરાવો ન મળ્યો કે આરોપીઓના કાર્યોએ મૃતકને આપઘાત કરવા પ્રેરિત કર્યો છે. 17 જાન્યુઆરી 2016 માં હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 26 વર્ષીય રોહિત વેમુલાએ પોતાના છાત્રાવાસના રૂમમાં આપઘાત કર્યો હતો. 2016 માં વેમુલા અને ચાર અન્ય દલિત વિદ્યાર્થીઓને વિશ્વવિદ્યાલય પ્રશાસન દ્વારા અનુશાસનાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.તેના મૃત્યુથી દેશભરમાં વિરોધ પ્રદર્શન અને આક્રોશને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચો:કોવિશિલ્ડ ડોઝ લેનારાઓએ ગભરાવાની જરૂર નથી , રાષ્ટ્રપતિઓના ડોકટરોએ રસીના ફાયદાઓ ગણાવ્યા
આ પણ વાંચો:રાયબરેલીથી રાહુલ ગાંધીએ નોંધાવી ઉમેદવારી, સોનિયા-ખડગે સહિતના આ નેતાઓ રહ્યા હાજર
આ પણ વાંચો:કોંગ્રેસની મહત્વની જાહેરાત, અમેઠી લોકસભા બેઠક પરથી કિશોરી લાલ શર્મા લડશે ચૂંટણી