@પૂજા નિષાદ
સુરતઃ “રોક સકે તો રોક લો” રાત્રે 11.55 કલાકે ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની કરવાની ધમકી સુરત કંટ્રોલરૂમ ને મળી હતી, કોઈ અજાણ્યા શખ્સે કોલ કરીને ધમકી આપી હતી. જેથી ઉધના પોલીસની ટીમ, સુરત એસઓજી ટીમ, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગ હાથ ધર્યું હતું એન ગણતરીના કલાકોમાં કોલ કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર 11.55 કલાકે કોઈ અજાણ્યા શખ્સનો કોલ આવ્યો હતો અને ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની કરવાની વાત કરી બાદ “રોક સકે તો રોક લો” તેવી ધમકી આપી હતી, કોલ મળતાની સાથે પીઆઇ,એસીપી,ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા, અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મધરાત્રિ સુધી ઉધનાના ત્રણેય સ્થળો પર ઝીણવટપૂર્વક તપાસ આદરી હતી.
જોકે તપાસમાં કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુઓ મળી આવી નહોતી. ત્યાર બાદ પોલીસે જે નંબર પરથી કોલ આવ્યો હતો તેને ટ્રેસ કર્યો હતો. કોલ કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો.
આરોપી જે પોલીસ પકડમાં આવ્યો છે તેની ઓળખ અશોક સિંહ તરીકે થઈ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે, વધુમા પોલીસના સઘન પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ફેક કોલ કર્યો હતો અને પોલીસને હેરાન પરેશના કરવા આ પ્રકારનું કાવતરું ઘડ્યું હતું, પોલીસ તમામ બાબત પર કામગિરી કરી છે અને હકીકત છે સુ છે તે અંગે ઝીણવટ પૂર્વક તપાસ કરી છે, વધુમા આરોપી સાથે કોઈ અન્ય સંડોવાયેલા છે કે નહિ તે અંગે પણ તાપસ હાથ ધરી છે
આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર
આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ
આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ