Entertainment/ રોનિત રોયને આવ્યો ગુસ્સે, કહ્યું- Swiggy ડિલિવરી બોયનું હું કરી દેતો એન્કાઉન્ટર

ટીવી અને ફિલ્મોના જાણીતા અભિનેતા રોનિત રોયે હાલમાં જ એક પોસ્ટ શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ પોસ્ટમાં રોનિતે Swiggy ડિલિવરી બોય પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

Trending Entertainment
WhatsApp Image 2024 02 26 at 12.10.39 રોનિત રોયને આવ્યો ગુસ્સે, કહ્યું- Swiggy ડિલિવરી બોયનું હું કરી દેતો એન્કાઉન્ટર

પોતાની જોરદાર એક્ટિંગથી બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાનું નામ બનાવનાર રોનિત રોયને કોણ નથી જાણતું, અભિનેતાઓ તેમના લુક અને દમદાર અભિનયના કારણે ચાહકોના દિલો પર રાજ કરે છે. તાજેતરમાં અભિનેતા તેની એક પોસ્ટ માટે હેડલાઇન્સમાં છે. આ પોસ્ટમાં રોનિતે જણાવ્યું છે કે, Swiggy ડિલિવરી બોયને તેના હાથે મરતા મરતા બચાવ્યો હતો. શું હતો આ સમગ્ર મામલો, તેના વિશે અભિનેતાએ પોતાના “x”(એક્સ ) પર આખી વાત કહી છે.

રોનિત રોય ડિલિવરી બોય પર થયો ગુસ્સે

રોનિત રોયે શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ” Swiggy, આજે મારા હાથે તમારો રાઈડર્સ મરતા મરતા બચ્યો છે.” આનું કારણ જણાવતા રોનિતે પોતાના ટ્વીટમાં લખ્યું કે, ‘તેને ચોક્કસપણે રાઈડ વિશે સૂચનાઓની જરૂર છે. ઈલેક્ટ્રિક મોપેડ પર સવારી કરવાનો અર્થ એ નથી કે તેઓ આવતા ટ્રાફિકની ખોટી બાજુએ સવારી કરે. પણ શું તમે તેમના જીવની પરવા કરો છો કે આ ધંધો છે અને બધું રાબેતા મુજબ ચાલતું રહે છે?’

Swiggy એ રોનિત રોયના ટ્વીટનો જવાબ આપ્યો

જ્યારે રોનિત રોયનું આ ટ્વિટ વાયરલ થયું ત્યારે Swiggy એ તેના પર પ્રતિક્રિયા આપી. અભિનેતાને જવાબ આપતા Swiggy એ લખ્યું કે, ‘રોનિત, અમે અમારા ડિલિવરી પાર્ટનર્સ પાસેથી તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપેક્ષા રાખીએ છીએ, અમે હંમેશા આનું ધ્યાન રાખ્યું છે. જો તમારી પાસે આ બાબતે પગલાં લેવા માટે અન્ય કોઈ માહિતી ઉપલબ્ધ હોય, તો કૃપા કરીને અમારી સાથે શેર કરો.’

રોનિત રોયનું વર્ક ફ્રન્ટ

રોનિત રોયના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટીવી પરના સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક છે. તેને ટીવી સીરિયલ ‘કસૌટી જિંદગી મેં’માં મિસ્ટર બજાજની ભૂમિકા ભજવી હતી. તેણે આ અભિનયથી દરેક ચાહકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. આ શો સિવાય રોનિત ‘જાન તેરે નામ’, ‘કહને કો હમસફર’, ‘કાબિલ’, ‘બોસ’ જેવા ઘણા શોમાં જોવા મળ્યો છે. ટીવી શો સિવાય રોનિત રોય બોલિવૂડની ઘણી ફિલ્મોનો પણ ભાગ રહી ચુક્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો