Junagadh News: જૂનાગઢ(Junagadh)માં વધુ એકવાર રોપ-વે (Rope-way) સેવા ભારે પવનના કારણે ખોરવાઈ છે. ભારે પવનને કારણે ગિરનાર પર્વત પર રોપ-વે સેવા બંધ કરાતા લાખો માઈ ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
આજે પોષી પૂનમે ગિરનાર પર બિરાજમાન માં આંબાનો આજે પ્રાગટ્ય દિવસ છે. ત્યારે ભારે પવનો ફૂંકાતા યાત્રિકોના જીવના જોખમને ધ્યાનમાં રાખી રોપ-વે સેવા બંધ કરવાનો અમર્યાદિત સમય માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે પવન ફૂંકાતા રોપૃવે સેવા પર અસર થઈ છે. માહિતી મુજબ પવનની ગતિ સ્થિર થતાં રોપ-વે ફરી રાબેતા મુજબ શરૂ થશે.
આ પણ વાંચો:જૂનાગઢના કેશોદમાં આધેડની ઘરમાં ઘૂસી કરાઈ હત્યા
આ પણ વાંચો:થોડા જ સમયમાં જૂનાગઢ મનપા, 73 નગરપાલિકાની ચૂંટણી જાહેર થશે
આ પણ વાંચો:જૂનાગઢમાં સતાધારનો વિવાદ, ભાઈ સામે જંગી ચઢ્યો ભાઈ