Banaskantha News: બનાસકાંઠાના લાખણીમાં મધ્યાહન ભોજનમાં દાળ સડેલી નીકળતા ગ્રામજનો ચોંકી ગયા છે. બનાસકાંઠના લાખણીના મંડાલગામની શાળામાં દાળ સડેલી નીકળી હતી અને આ દાળમાં પણ જીવાત નીકળી હતી. સ્થાનિક તંત્રમાં આ પ્રકારે ખરાબ દાળ આપવામાં આવતી હોવા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. રસોઈમાં જીવાત નીકળવાના લીધે બાળકોએ ભોજન ફેંકી દીધું હતું. મધ્યાહન ભોજનનું રસોડું પણ એકદમ ગંદુ અને ખંડેર હાલતમાં છે. આ બતાવે છે કે આપણે આપણી ભાવિ પેઢીઓને આ પ્રકારનું પોષણ આપી રહ્યા છીએ.
આ પ્રકારનું ભોજન તે બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા છે. એકબાજુએ ચાંદીપુરા વાઇરસના લીધે એક પછી એક બાળકો મૃત્યુ પામી રહ્યા છે ત્યારે ચોમાસાની સીઝનમાં બાળકોને આપવામાં આવતું આ પ્રકારનું ભોજન તેમને મોતના દરવાજા સુધી લઈ જઈ શકે છે. સરકાર આ પ્રકારના ભોજનને લઈને કોઈ કાંડ થશે પછી જ જાગશે, શું બાળકોના મોતની સરકાર રાહ જોઈ રહ્યા છે. આ પ્રકારનું ભોજન કેટલાય બાળકોના જીવ લેશે પછી જ સરકાર પારોઠના પગલાં લેશે, પહેલેથી નહીં ચેતે.
બાળકોના આરોગ્ય સાથે ચેડા કરનારા સામે કેમ કોઈ પગલાં લેવાતા નથી. તંત્ર હંમેશા ઘટના બને પછી જ કેમ જાગે છે. પહેલેથી કેમ કોઈ પગલાં લેવાતા નથી. આ પ્રકારનું ભોજન જોઈ કયા ગરીબ માબાપ તેમના સંતાનને સ્કૂલે મોકલશે. તે તો એમ જ કહેને કે આવા ભોજન કરતાં અમારા રોટલા અને ડુંગળી સારા. અમારી નથી જોઇતું સરકારી પોષણ. ભિખારીઓને પણ ન અપાય તેવો આહાર આપીને ગુજરાતના બાળકોનું કુપોષણ કઈ રીતે દૂર કરી શકાશે.
આ પણ વાંચો: રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઇ સૌથી મોટા સમાચાર, સિવિલમાં શંકાસ્પદ આ વાયરસથી 5ના મોત
આ પણ વાંચો: વીએફએક્સ આર્ટિસ્ટને મળ્યો વિકૃત પતિ
આ પણ વાંચો: ભાવનગર જિલ્લામાં વ્યાજ ખોરનો ત્રાસ, આધેડે કર્યો આપઘાત