Not Set/ મુન્દ્રા / સિરામિક ટાઈલ્સની આડમાં વિદેશ મોકલાતો રૂપિયા 5 કરોડનો લાલ ચંદનનો જથ્થો ઝડપાયો

કચ્છના મુન્દ્રા બંદરેથી અંદાજે પાંચેક કરોડ રૂા.ની બજાર કિંમતનો લાલ ચંદનનો જથ્થો ગાંધીધામ ડી.આર.આઇની.ટીમે ઝડપી લીધો હોવાના અહેવાલો સામે આવ્યા છે. મોરબીની એક નિકાસકાર પાર્ટી સિરામિક ટાઇલ્સની આડમાં આ ગેરકાયદે લાલ ચંદનનો સાડા નવ ટન જથ્થો વિદેશમાં મોકલવાની ફિરાકમાં હતી. ત્યારે ગઈકાલે રાત્રે મુન્દ્રા બંદર પર ડિરેક્ટર ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સી-ગાંધીધામે મોરબીથી સેલ્ફ સિલિંગ કરેલા કન્ટેનરને […]

Gujarat Others
મુન્દ્રા પોર્ટ મુન્દ્રા / સિરામિક ટાઈલ્સની આડમાં વિદેશ મોકલાતો રૂપિયા 5 કરોડનો લાલ ચંદનનો જથ્થો ઝડપાયો
કચ્છના મુન્દ્રા બંદરેથી અંદાજે પાંચેક કરોડ રૂા.ની બજાર કિંમતનો લાલ ચંદનનો જથ્થો ગાંધીધામ ડી.આર.આઇની.ટીમે ઝડપી લીધો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
મોરબીની એક નિકાસકાર પાર્ટી સિરામિક ટાઇલ્સની આડમાં આ ગેરકાયદે લાલ ચંદનનો સાડા નવ ટન જથ્થો વિદેશમાં મોકલવાની ફિરાકમાં હતી. ત્યારે ગઈકાલે રાત્રે મુન્દ્રા બંદર પર ડિરેક્ટર ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સી-ગાંધીધામે મોરબીથી સેલ્ફ સિલિંગ કરેલા કન્ટેનરને બંદર સ્થિત એક્ઝિમ યાર્ડમાં ખોલવામાં આવતાં કન્ટેનરના આગળના ભાગમાં સિરામિક ટાઇલ્સ ગોઠવવામાં આવી હતી જ્યારે ટાઇલ્સના પાછળના ભાગે લાલ ચંદનનો અંદાજે સાડા નવ ટન જથ્થો છૂપાવીને રાખવામાં આવ્યો હતો.
પ્રતિબંધિત લાલ ચંદનની દાણચોરીની ઘટના પાર પડે એ પહેલાં તંત્ર દ્વારા તેનો પર્દાફાસ કરવામાં આવ્યો હતો. સૂત્રો દ્જવારા મળતી માહિતી અનુસાર ડીઆરઆઇની ટીમને કન્ટેનરમાં લાલ ચંદન હોવાની પૂર્વ બાતમી મળી હતી. જેથી મોરબીથી ઇ-સિલિંગ કરેલા કન્ટેનરનો મોરબીથી જ પીછો કરવામાં આવ્યો હતો. જે બંદર તરફ નિકાસ અર્થે અત્રે આવી પહોંચ્યો હતો,  પરંતુ બંદર પરિસરમાં પ્રવેશે એ પહેલાં જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
મોરબીની કઇ પાર્ટી ટાઇલ્સની નિકાસ કરવા માગતી હતી તથા લાલ ચંદનનો જથ્થો કોનો છે તેની સઘળી તપાસ તંત્ર દ્વારા હવે કરવામાં આવશે. ઝડપાયેલા અંદાજે સાડા નવ ટન લાલ ચંદનના જથ્થાની બજાર કિંમત 4 કરોડ 86 લાખ રૂા. જેટલી છે  મુન્દ્રા  બંદરે લાંબા સમય બાદ તંત્રે લાલ ચંદન ઝડપી પાડતાં આર્થિક ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો છે. દરમ્યાન સૂત્રો એવી માહિતી આપે છે કે મોરબીથી સિરામિક ટાઇલ્સના દૈનિક 200 જેટલા કન્ટેનરો મુંદરા બંદરે નિકાસ અર્થે આવે છે. પ્રમાણમાં લાલ ચંદનનો જથ્થો વજનદાર હોય છે જેથી ટાઇલ્સ જેવી વજનદાર વસ્તુના કન્ટેનરમાં ઘૂસાડીને તેની દાણચોરી કરવી સરળ બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.