આરએસએસના વડા મોહન ભાગવતે છત્તીસગઢના સરગુજા જિલ્લામાં અંબિકાપુરના કાર્યાલયમાં સ્વયંસેવકોના એક કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે દેશમાં રહેનારા પ્ર્યેક વ્યક્તિ એક હિન્દુ છે અને દરેક ભારતીયોનો ડીએનએ એક સમાન છે.
આરએસએસ વડાએ વિવિધતામાં એક્તાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની આ સદીઓ જૂની વિશેષતા છે. હિન્દુત્વ આખી દુનિયાનો એક માત્ર વિચાર છે જે દરેકને એકસાથે લઈને ચાલવામાં વિશ્વાસ રાખે છે. મોહન ભાગતે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આરએસએસની સ્થાપના થઈ હતી (વર્ષ 1925) ત્યારથી ભાર મૂકીને કહી રહ્યો છું કે ભારતમાં રહેનારા દરેક હિન્દુ છે.
મોહન ભાગવતે કહ્યું કે હવે દેશમાં પહેલાની સરખામણીમાં સ્વયંસેવકોની સંખ્યામાં વધારો થયો છે. સમગ્ર દેશમાં ઝડપથી વિકસતું આ સંગઠન ખૂબ જ અનોખું છે. સંઘ વિશે જાણવા માટે આપણે કોઈની સાથે સંઘની તુલના કરી શકીએ નહીં. જો આપણે સંઘ વિશે વધુ જાણવું હોય તો આપણે તેમાં જોડાવું પડશે. જ્યારે આપણે સંઘમાં જોડાઈશું ત્યા