RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ આગામી શૈક્ષણીક વર્ષ 2020થી પોતાની આર્મી સ્કૂલ શરૂ કરવા જઇ રહી છે. બુલંદશહેરનાં શિકારપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ‘સૈનિક’ શાળાની સ્થાપના કરવામાં આવી રહી છે. શાળા માટે પોતાની જમીન દાન કરનાર રાજપાલસિંઘ કહે છે કે, ” આ સ્કૂલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અભ્યાસક્રમનું પાલન કરવામાં આવશે અને સાથે સાથે વિદ્યાર્થીઓને સંરક્ષણ દળ માટેની તાલીમ આપવામાં આવશે.” આ સ્કૂલને રાજ્જુ ભૈયા સૈનિક વિદ્યા મંદિર તેવુ નામ પણ આપી દેવામાં આવ્યું છે.
સ્કૂલ હાલ રેસિડેન્સીયલ હશે અને રાહેવા તેમજ જમવાની તમામ વ્યવસ્થા સ્કૂલમાં જ હશે. સ્કૂલનાં માધ્મથી RSS ભારત માટે લશ્કરી પ્રશિક્ષીત યુવાનો તૈયાર કરવા માંગે છે. અને જો આ પ્રારંભીક પ્રયોગમાં સફળ થશે તે દેશનાં અન્ય શહેરોમાં પણ આવી જ સ્કૂલ ખોલવામાં આવશે. હાલ આ સ્કૂલ ઉત્તર પ્રદેશનાં બુંદેલ શહેરનાં શિકાપુરમાં શરુ કરવાનું કારણે એ છે કે સંઘનાં સરસંઘસંચાલક રજ્જુ ભૈયાનો જન્મ 1922માં આજ ગામમાં થયો હતો.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.