નાગરિકતા સુધારણા અધિનિયમને લઈને દેશમાં ચાલી રહેલા વિરોધમાં હવે હિંસામાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગનાં પ્રદર્શનોમાં, સુરક્ષા દળો અને પ્રોટેસ્ટરો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ, અસરગ્રસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં ઇન્ટરનેટની સુવિધાને સસ્પેન્ડ કરવામા આવી રહેલ છે, જેથી અફવાઓ કોઈપણ રીતે રોકી શકાય. નાગરિકતા સુધારણા કાયદો બનવાની સાથે જ લોકો આખા દેશમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ખાસ કરીને દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હિંસાનાં મોટાભાગનાં કેસો જોવા મળી રહ્યા છે.
પહેલા આ હિંસક વિરોધની આગ દિલ્હી, લખનઉ, બનારસ, કાનપુર, રામપુર, સંભલની સાથે બિહાર, બંગાળમાં ફેલાઈ ગઈ. જણાવી દઇએ કે, યુપીમાં જ 25 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ છે. આ પહેલામાં લોકોએ દિલ્હીના દરિયાગંજમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ સાથે, લોકોએ નાગરિકતા સુધારણા કાયદાની વિરુદ્ધ દિલ્હીની જામિયા મસ્જિદમાં દેખાવો કર્યા હતા, પરંતુ સારી વાત એ હતી કે આ દરમિયાન કોઈ હિંસા થઈ ન હોતી. બીજી તરફ, આરએસએસ અને ભાજપે નાગપુરમાં નાગરિકતા સુધારણા કાયદાનાં સમર્થનમાં રેલી કાઢી છે અને લોકોને આ કાયદા અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.
નાગરિકતા સુધારણા કાયદા સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, પરંતુ તેના સમર્થનમાં ભાજપ અને આરએસએસએ નાગપુરમાં એક રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં સૌથી મોટો ત્રિરંગો બનાવીને માનવ સાંકળ પણ બનાવવામાં આવી છે. યોગી સરકારે નાગરિકતા સુધારણા અધિનિયમનાં વિરોધમાં દેખાવો કર્યા બાદ જાહેર સંપત્તિને નુકસાન કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. યુપી પોલીસે આવા લોકોને ઓળખી કાઠ્યા છે અને તેમના પર દંડ લાદીને રિકવરી નોટીસ મોકલી રહ્યા છે.
પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર 19 ડિસેમ્બરે થયેલી હિંસા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા બદમાશોની ઓળખ કરી છે અને આ આધારે જ તેમના પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વળી લખનઉમાં હિંસાનાં કેસમાં ઝડપાયેલા અડધા ડઝનથી પણ વધુ લોકોનું પશ્ચિમ બંગાળ સાથે કનેક્શન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.