રૂબીના દિલેક તાજેતરમાં જ ‘બિગ બોસ 14’ ની વિજેતા બની છે. બિગ બોસ પછી અભિનેત્રી સતત ચાહકોને સરપ્રાઇઝ આપી રહી છે. રૂબીના અને અભિનવ શુક્લાએ થોડા દિવસો પહેલા ‘મરઝાનેયા’ ગીત રીલીઝ કર્યું હતું. આ ગીત હાલ ધમાલ મચવી રહ્યું છે. . રૂબીના દિલેક દ્વારા ચાહકોને ફરીથી એક મોટું સરપ્રાઈઝ આપવામાં આવ્યું છે. અહેવાલ છે કે રૂબીના ફરી એકવાર ‘શક્તિ’ સીરિયલમાં સૌમ્યાની ભૂમિકામાં પરત ફરવા જઇ રહી છે.
રૂબીનાના શોના સેટના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં રૂબીના સૌમ્યાના રોલમાં જોવા મળી રહી છે. આ દરમિયાન, અભિનેત્રી પૂજા કરતા અને ડાન્સ કરતા જી શકાય છે. વીડિયોમાં રૂબીના દિલેક કહી રહી છે: “હું આવું છું, મળશો ને મને”, જોકે, રૂબીના દિલાક વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે હોળીની ઉજવણી દરમિયાન માત્ર ‘શક્તિ’ સિરિયલમાં જોવા મળશે. હવે જોવાનું એ રહ્યું કે રૂબીનાએ શોના કેટલાક એપિસોડમાં માટે તે આવી રહી છે.
આપને જણાવી દઈએ કે, રૂબીના દિલીકે ‘શક્તિ’ સિરિયલમાં કિન્નર બહુનું પાત્ર ભજવ્યું છે અને સૌમ્યાની ભૂમિકાથી દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. રૂબીના દિલેકના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તેનું ‘ મરઝાનેયા’ ગીત તાજેતરમાં રિલીઝ થયું છે. આ સિવાય રૂબીના દિલેક બિગ બોસ 13 ની સ્પર્ધક પારસ છાબરા સાથે મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળશે. આ માહિતી રૂબીના દિલેક પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. રૂબીનાની કારકિર્દીની વાત કરીએ તો તેણે હાલમાં જ બિગ બોસ 14 નું બિરુદ જીત્યું છે. આ પહેલા તે સિરિયલ ‘શક્તિ’ માં સૌમ્યાની ભૂમિકામાં જોવા મળી હતી. સીરીયલ છોટી બહુની માધ્યમથી રૂબીનાએ ટેલિવિઝનની દુનિયામાં પગ મૂક્યો હતો.