Not Set/ ખેડૂતો માટે રૂપાણી સરકારનો સંવેદનશીલ નિર્ણય, ખેડૂતોને મળશે વધુ બે કલાક વીજળી

રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોનાં હિતને લઇને એક સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

Top Stories Gujarat Others
11 143 ખેડૂતો માટે રૂપાણી સરકારનો સંવેદનશીલ નિર્ણય, ખેડૂતોને મળશે વધુ બે કલાક વીજળી
  • ખેડૂતો માટે રૂપાણી સરકારનો સંવેદનશીલ નિર્ણય
  • આવતીકાલથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે
  • રાજ્ય સરકારનો ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય
  • સિંચાઇની સમસ્યા ના થાય તે માટે નિર્ણય
  • આવતીકાલથી ખેડૂતોને વધુ વીજળી અપાશે
  • હાલ રાજ્યમાં ખેડૂતોને 8 કલાક અપાય છે વીજળી
  • તેમાં વધુ બે કલાકનો ઉમેરો કરવાનો નિર્ણય
  • હવેથી ખેડૂતોને 8 ને બદલે 10 કલાક મળશે વીજળી

રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોનાં હિતને લઇને એક સંવેદનશીલ નિર્ણય કર્યો છે. રાજ્યમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઇ હોવા છતા વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર આવતી કાલેથી એટલેે કે બુધવારથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપશે.

11 142 ખેડૂતો માટે રૂપાણી સરકારનો સંવેદનશીલ નિર્ણય, ખેડૂતોને મળશે વધુ બે કલાક વીજળી

કંટ્રોલરૂમનો સંપર્ક તૂટ્યો / રશિયામાં મુસાફરી વિમાન સંપર્ક વિહોણુ, દુર્ઘટનાગ્રસ્ત થયુ હોવાની આશંકા

આપને જણાવી દઇએ કે, ગુજરાતનાં મુખ્યમંત્રીએ આજે ખેડૂતોનાં હિતમાં એક મોટો નિર્ણય કર્યો છે. જણાવી દઇએ કે, આવતી કાલથી એટલેેે કે બુધવારથી ખેડૂતોને વધુ બે કલાક સુધી વીજળી આપવામાં આવશે. આ નિર્ણય બાદ ખેડૂતોમાં ઘણા સમય બાદ એક ખુશીનાં સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે. જેમા વધારો કરતા મુખ્યમંત્રીએ આ સમયને બે કલાક વધારવાનો નિર્ણય કર્યો છે. આમ હવે રાજ્યનાં ખેડૂતોને બુધવાર તા. 7 જુલાઇથી 8 ને બદલે 10 કલાક વીજળી મળશે.