New Delhi/ એસ જયશંકરે UNSC માં પાક. નું નામ લીધા વિના માર્યો ટોણો, કહ્યુ- કેટલાક દેશો આતંકવાદને કરી રહ્યા છે મદદ

ભારતનાં વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાન સંકટ પર ગુરુવારે UNSC ની બેઠકમાં મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વગર વિદેશ મંત્રીએ કહ્યું કે…

Top Stories India
1 160 એસ જયશંકરે UNSC માં પાક. નું નામ લીધા વિના માર્યો ટોણો, કહ્યુ- કેટલાક દેશો આતંકવાદને કરી રહ્યા છે મદદ

ભારતનાં વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાન સંકટ પર ગુરુવારે UNSC ની બેઠકમાં મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વગર વિદેશ મંત્રીએ કહ્યું કે, કેટલાક દેશો આતંકવાદને મદદ કરી રહ્યા છે. આપણે આવા દેશને રોકવુ પડશે. તેમણે યુએનએસસીની બેઠકમાં વધુમાં કહ્યું કે, આતંકવાદનાં દરેક સ્વરૂપની સખત નિંદા થવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં આતંકવાદનો મહિમા થવો જોઈએ નહીં.

1 158 એસ જયશંકરે UNSC માં પાક. નું નામ લીધા વિના માર્યો ટોણો, કહ્યુ- કેટલાક દેશો આતંકવાદને કરી રહ્યા છે મદદ

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / તાલિબાનના હાથમાં અમેરિકી સૈન્યનું બાયોમેટ્રિક સાધનો, મદદ કરનાર અફઘાનોની ખેર નથી

અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા એસ જયશંકરે કહ્યું કે, સમગ્ર વિશ્વએ આતંકવાદ સામે એક થવું જોઈએ. ભવિષ્યમાં પણ આતંકવાદ સામેની લડાઈમાં ભારત સંપૂર્ણ ટેકો આપવા તૈયાર છે. આપને જણાવી દઈએ કે, હાલમાં UNSC નું નેતૃત્વ ભારત કરી રહ્યુ છે. આ બેઠકમાં, ‘આતંકવાદી કૃત્યોને કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સામે ખતરો’ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, આતંકવાદને કોઈ પણ રાષ્ટ્ર, ધર્મ, સભ્યતા અથવા વંશીય જૂથ સાથે જોડીને જોઈ શકાતો નથી. આતંકવાદને સમર્થન ન આપવું જોઈએ, પરંતુ તેની નિંદા કરવી જોઈએ. કોરોના વાયરસનું ઉદાહરણ આપતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, કોરોના વાયરસ માટે જે સાચું છે, તે આતંકવાદ માટે સાચું છે. જ્યાં સુધી દરેક સુરક્ષિત નથી, ત્યાં સુધી કોઈ સુરક્ષિત રહેશે નહીં. તેમણે આગળ કહ્યું કે અફઘાનિસ્તાન હોય કે ભારત, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અહીં સતત સક્રિય છે.

1 159 એસ જયશંકરે UNSC માં પાક. નું નામ લીધા વિના માર્યો ટોણો, કહ્યુ- કેટલાક દેશો આતંકવાદને કરી રહ્યા છે મદદ

આ પણ વાંચો – કાફલા પર થયો હુમલો / આતંકવાદીઓએ શ્રીનગરમાં સીઆરપીએફના કાફલા પર ગ્રેનેડથી કર્યો હુમલો ,બે પાલીસ અને એક નાગરિક ઘાયલ

આપને જણાવી દઈએ કે, ભૂતકાળમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિન્કેને સેક્રેટરી ઓફ સ્ટેટ એસ. જયશંકર સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે તાલિબાનનાં કબ્જાવાળા દેશમાં સીધા હિતો ધરાવતા વિદેશ મંત્રીઓને બોલાવ્યા. સોમવારે જયશંકરે કોલ કર્યા બાદ ટ્વિટ કર્યું હતું કે અફઘાનિસ્તાનનાં તાજેતરનાં વિકાસની ચર્ચા કરતી વખતે તેમણે કાબુલમાં એરપોર્ટ ઓપરેશન ફરી શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ બાબતે અમેરિકાનાં ચાલી રહેલા પ્રયાસોની અમે ખૂબ પ્રશંસા કરીએ છીએ. રાષ્ટ્રપતિ જો બિડેને ગયા અઠવાડિયે ત્યાં હજારો સૈનિકો મોકલ્યા બાદ એરપોર્ટ યુએસનાં નિયંત્રણમાં છે, પરંતુ તાલિબાનથી ભાગી જવા માટે મરણિયા હજારો અફઘાન સોમવારે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જો કે દિવસનાં અંતે અહેવાલમાં કહેવામાં આવ્યું કે ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ છે.