Not Set/ સાબરકાંઠા: પાણીને શુદ્ધ કરવા માટેનો પ્લાન્ટ નિષ્ફળ સાબિત, પાણીની દુર્ગંધ લોકોના માથાનો દુખાવો બન્યું

સાબરકાંઠા, હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના ગટરના દુષિત પાણીને શુદ્ધ કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પરંતુ પ્લાન્ટમાં ગટરના પાણીમાંથી માત્ર ઘન કચરો દૂર કરી દુષિત પાણીને હાથમતી નદીમાં છોડી દેવાય છે. જેથી હાથમતી નદી તો પ્રદુષિત થાય છે સાથે નદી કિનારે વસવાટ કરતા લોકો દુર્ગંધના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. સાથે જ […]

Top Stories Gujarat Others Videos

સાબરકાંઠા,

હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના ગટરના દુષિત પાણીને શુદ્ધ કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પરંતુ પ્લાન્ટમાં ગટરના પાણીમાંથી માત્ર ઘન કચરો દૂર કરી દુષિત પાણીને હાથમતી નદીમાં છોડી દેવાય છે.

જેથી હાથમતી નદી તો પ્રદુષિત થાય છે સાથે નદી કિનારે વસવાટ કરતા લોકો દુર્ગંધના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. સાથે જ નદીમાં ગટરના પાણીના ફીણની ચાદર બની જાય છે. કરોડો રૂપિયાના ખર્ચે પ્રજાના હિતાર્થે બનાવવામાં આવેલ સુએજ પ્લાન્ટમાં શહેરના અલગ અલગ ૫ ઝોનમાંથી રોજનું ૬ એમએલડી દુષિત પાણીની આવક થાય છે.

આ પ્લાન્ટની કેપિસિટી ૧૮ એમએલડી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. ત્યારે શહેરમાંથી આવેલ ૬ એમએલડી દુષિત પાણી માટે રોજના ૨૦ કલાક સુધી પ્લાન્ટ કાર્યરત રાખવામાં આવે છે અને આ તમામ કામગીરી કરવા માટે ત્રણ શિફ્ટમાં ૨૪ જેટલા કર્મચારીઓ કામ કરે છે.

પરંતુ સમગ્ર પ્લાન્ટમાં ઘનકચરો અને પાણી અલગ કાર્ય બાદ એ પાણીને કલોરીનેશન કાર્ય વિના નદીમાં ઠાલવવા માં આવે છે. જેના કારણે શહેરની મધ્યમાં આવેલ હાથમતી નદી તો પ્રદુષિત થાય છે. સાથે આજુ બાજુ ના રહીશોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યું છે. દુષિત પાણીને નદીમાં છોડયા બાદ પાણીની દુર્ગંધ લોકોના માથાનો દુખાવો બન્યું  છે.