Sabarkantha News: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લા પોલીસ દ્વારા પાંચ કિલોમીટર મેરેથોન દોડ (Marathon Race) યોજવામાં આવી હતી. જેમાં 1500 જેટલા દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાંથી 900 યુવાનો સહિત શહેરીજનો અને પોલીસ પરિવારના અધિકારી-કર્મચારીઓએ દોડમાં ભાગ લીધો હતો.
સાબરકાંઠા પોલીસ (Sabarkantha Police) દ્વારા આયોજિત મેરેથોન દોડમાં 900 જેટલા યુવાનો તેમજ પોલીસ પરિવાર અને શહેરીજનો સહિત મોટાં સંખ્યમાં જોડાયા હતા. આ મેરેથોન દોડની શરૂઆત હિંમતનગર એસપી કચેરી પોલીસ ગ્રાઉન્ડથી શરુ કરવામાં આવી હતી. શહેરના મહાવીરનગર સર્કલ છાપરીયા ચાર રસ્તા તેમજ કેનાલ ફ્રન્ટ થઈ પરત એસપી ઓફિસ સામે આવેલ કમ્પાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવી હતી.
ટ્રાફિક નિયમન અને ડ્ર્ગ્સ જેવી લતથી દૂર રહેવા સહિતની જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ઇનામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ નંબરે આવેલ યુવાનને જિલ્લા પોલીસ વડાના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ સાયકલ અર્પણ કરવામાં આવી હતી. તેમજ દ્વિતીય અને તૃતીય નંબરને સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ સાથે બેગ આપવામાં આવ્યા હતા…!
@દિપકસિંહ રાઠોડ
આ પણ વાંચો:મિતાલી રાજ 26 નવેમ્બરે અદાણી અમદાવાદ મેરેથોનને ફ્લેગ ઓફ આપશે
આ પણ વાંચો:અમદાવાદમાં નાઈટ મેરેથોનનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો, હજારો લોકો જોડાયા
આ પણ વાંચો:ભૂપેન્દ્ર પટેલે વડોદરાની 10મી ઇન્ટરનેશનલ મેરેથોનનો પ્રારંભ કરાવ્યો