Gandhinagar News/ સાબરમતી એક્સપ્રેસમાં હતા 314 ગુજરાતીઓ, સૌથી વધુ વડોદરાના

સાબરમતી એક્સપ્રેસનું નામ પડે એટલે તરત જ બધાને ગોધરાકાંડ યાદ આવી જાય છે. જો કે 22 વર્ષ પછી પણ ફરી પાછી સાબરમતી એક્સપ્રેસ ખડી પડી છે, પણ તે ગુજરાતમાં ગોધરા નજીક નહી કાનપુર ખાતે ખડી પડી છે. તેના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 72 2 સાબરમતી એક્સપ્રેસમાં હતા 314 ગુજરાતીઓ, સૌથી વધુ વડોદરાના

Gandhinagar News: સાબરમતી એક્સપ્રેસનું નામ પડે એટલે તરત જ બધાને ગોધરાકાંડ યાદ આવી જાય છે. જો કે 22 વર્ષ પછી પણ ફરી પાછી સાબરમતી એક્સપ્રેસ ખડી પડી છે, પણ તે ગુજરાતમાં ગોધરા નજીક નહી કાનપુર ખાતે ખડી પડી છે. તેના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ખડી પડેલી સાબરમતી એક્સપ્રેસમાં ગુજરાતીઓની સંખ્યા 314 હતી અને તેમા 217 વડોદરાના હતા. બાકીના 59 આણંદના અને રાજ્યના બીજા ભાગોના હતા. સદનસીબે આ ટ્રેન અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

કાનપુર (Kanpur)માં શુક્રવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે એક ટ્રેન અકસ્માત (Train Accident) થયો હતો. ટ્રેન નંબર 19168 સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express)ના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ભીમસેન સેક્શનમાં ગોવિંદપુરી સ્ટેશન (Govindpuri Station) પાસે આ અકસ્માત થયો હતો. ડ્રાઇવરના જણાવ્યા મુજબ, પ્રથમ દૃષ્ટિએ પથ્થર એન્જિનને અથડાયો હતો અને એન્જિનના આગળના ભાગને ખરાબ રીતે નુકસાન થયું હતું.

કાનપુર (Kanpur)ના ગોવિંદપુરી સ્ટેશન (Govindpuri Station) પાસે 19168 સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express)ના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. હાલમાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. રેલવે સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે. નોર્થ સેન્ટ્રલ રેલ્વેએ જણાવ્યું કે આ અકસ્માત પથ્થર સાથે અથડાવાને કારણે થયો હતો. અકસ્માતને કારણે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. કાનપુરથી મધ્યપ્રદેશના બુંદેલખંડ જતી ટ્રેનો રદ કરવામાં આવી હતી. કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં આવ્યો વળાંક, પોલીસે જ રાવણ દહનની આપી હતી મંજૂરી

આ પણ વાંચો: બહાર આવ્યું દુર્ઘટનાનું કારણ, પહેલા સિગ્ન અપાયું અને પછી તરત પાછુ લઈ લેવાયુ

આ પણ વાંચો: કંચનજંગા એક્સપ્રેસ અકસ્માતને પગલે અન્ય ટ્રેનોના ખોરવાયા Schedule, આ ટ્રેનો થઈ રદ