જયપુરના મશહુર કવ્વાલ અને બોલીવુડના ગાયક ફરીદ સાબરીનું નિધન થઇ ગયું છે. ફરીદ સાબરીને ન્યુમોનિયા થઇ ગયો હતો. મંગળવારની મોડી રાત્રે તેમની તબિયત અચાનક બગડતા, તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. અને હોસ્પિટલમાં તેઓ અવસાન પામ્યા.
ફરીદ સાબરીના ભાઇ અને કવ્વાલ અમીન સાબરીએ જણાવ્યું હતું કે મંગળવારની મોડી રોત્રે તેમની તબિયત ખરાબ થઇ હતી. ડોકટરના જણાવ્યા પ્રમાણે ડાયબીટીશના કારણે તેમને કીડની અને લેગ્સ પર ઘણી અસર થઇ હતી. ફરીદના પાર્થીવ દેહને જયપુરનમાં આવેલા તેમના નિવાશ સ્થાને મુકવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કવ્વાલી જગતના તે મશહુર કવ્વાલ હતા. તેમનું લાઇવ પ્રફોમન્શ જોવા માટે પબ્બલીક પાગલ થતી. જાણવા જોગ છે કે બોલીવુડ દ્ધારા તેમને ઓળખ મળી હતી. ફિલ્મ સીર્ફ તુમનું ગીત એક મુલાકાત જરૃૃરી હે.. તેમના કંઠે ગવાયેલુ હતુ અને તે ખુબ જ લોકપ્રીય થયુ હતુ. હીના ફિલ્મની દેરના હો જાયે ગીત પણ તેમના સ્વરે જ ગવાયેલુ છે. તે પોતાના ભાઇ અમીન સાબરી સાથે કવ્વાલી ગાતા હતા.
તેમના નિધનના સમાચાર સાંભળતા તેમના ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.