Not Set/ નડિયાદના સંતરામ મંદિરમાં સાકારવર્ષા કરવામાં આવી, હજારો ભાવિકો આવ્યા દર્શનાર્થે

મહાસુદ પૂનમ એટલે સંતારમ મંદિરનો મેળો. આ વાત સમગ્ર ગુજરાતમાં જાણીતી છે,ખેડા જિલ્લાના  નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધિ સંતરામ મંદિર દેશ-વિદેશમાં જાણીતુ છે.

Top Stories Gujarat
10 12 નડિયાદના સંતરામ મંદિરમાં સાકારવર્ષા કરવામાં આવી, હજારો ભાવિકો આવ્યા દર્શનાર્થે

મહાસુદ પૂનમ એટલે સંતારમ મંદિરનો મેળો. આ વાત સમગ્ર ગુજરાતમાં જાણીતી છે. ખેડા જિલ્લાના  નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધિ સંતરામ મંદિર દેશ-વિદેશમાં જાણીતુ છે. મહાસુદ પૂનમ અને પોષ માસમાં આવતી પૂનમના દિવસે સમગ્ર ગુજરાતમાંથી ભાવિકો સંતરામ મંદિરના દર્શનાર્થે આવે છે. પોષ પૂનમે બોર વર્ષા થાય છે જ્યારે આજે એટલે કે મહાસુદ પૂનમે સંતરામ મંદિરમાં સાકરવર્ષા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોનાના કારણે દર્શનાર્થીઓ આવી શક્યા નહોતા પરંતુ આ વર્ષે ત્રીજી લહેરમાં કેસ ઘટતા જ હજારોની સંખ્યામાં લોકો કોરોનાને ભૂલી ઉજવણીમાં સામેલ થયા હતા.

સેવાની પવિત્ર ભૂમિ નડિયાદમાં આવેલ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ (માઘી પૂર્ણિમા)નુ આગવું મહત્વ છે. બરાબર 191 વર્ષ પહેલાં આ દિવસે ભગવાન દત્તાત્રેય સ્વરૂપ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે મંદિર પરિસરમાં જીવત સમાધિ લીધી હતી. લોકવાયકા પ્રમાણે તે સમયે ત્યાં મૂકેલા બે દીવા આપોઆપ પ્રજ્વલિત થઇ ઉઠ્યાં હતાં. તથા આકાશમાંથી દિવ્ય સાકરવર્ષા થઈ હતી. તે દિવસથી આ દીવાની જ્યોત અંખડ સ્વરૂપે પ્રજ્વલીત છે. તથા દર વર્ષે મહાસુદ પૂનમે પરંપરા મુજબ સાકરવર્ષા કરવામાં આવે છે. ભક્તો આ દિવસની એક વર્ષથી રાહ જોતા હોય છે. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની અંખડ‌ જ્યોતના દર્શન કરી ભક્તો ધન્યતા‌ પ્રાપ્ત કરે છે.

આજે આ પવિત્ર દિવસે સાંજે 6:30 કલાકે સાકરવર્ષા કરવામાં આવી હતી. આ પહેલા આરતી પણ કરવામાં આવી હતી અને પછી ઓમકારના નાદ સાથે સાકરવર્ષા કરાઈ હતી. આ સમયે હજારો ભાવિકો ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર “જય મહારાજ”ના જય ઘોષ સાથે ગૂંજી ઉઠયુ હતું. મંદિર પરિસરમાં ગોઠવાયેલા સ્વયંસેવકો દ્વારા સાકરની ઉછામણી કરવામાં આવી હતી અને ભકતો પ્રસાદ રૂપી સાકર તથા સુકા કોપરાનો પ્રસાદ જીલ્યો હતો.

મંદિરના પટાંગણમાં આ વખતે ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે હેતુસર મંદિર દ્વારા LED લગાવી લાઈવ કરવામાં આવ્યું હતું. જેના કારણે ભકતો સારી રીતે દર્શન કરી શક્યા હતા. મંદિર બહારના પટાંગણમાં પણ‌ સ્વંયમસેવકો ધ્વારા સાકરની વર્ષા કરવામાં આવી હતી. હજારો શ્રદ્ધાળુઓ ઉમટતા મંદિર બહાર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે સાકર પૂનમથી લઇને આગામી ત્રણ દિવસ ચાલતો મેળો સમગ્ર ગુજરાતમાં જાણીતો છે. ખેડા જિલ્લા તથા આસપાસના તમામ ગામજનો દર્શનાર્થે અને મેળામાં આવે છે.