Not Set/ સાક્ષી મહારજાનો વધુ એક બફાટ, મીડિયા પર લગાવ્યો આરોપ, કહ્યુ તબરેજ યાદ પણ સેંકડો હિન્દુઓ માર્યા ગયા તે નથી આવતુ યાદ

ભાજપનાં ઉત્તર પ્રદેશનાં ઉન્નાવથી સાંસદ સાક્ષી મહારાજ તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં બની રહ્યા છે. તેમણે એકવાર ફરીથી વિવાદિત નિવેદન આપ્યુ છે. ઝારખંડનાં તબરેજ અંસારીનાં સંદર્ભમાં, ભાજપનાં સાંસદે કહ્યું હતું કે, આ મીડિયા માટે મોટા દુર્ભાગ્ય બરાબર છે કે તેમને તબરેજ અંસારી તો યાદ આવે છે, પરંતુ સેંકડો હિંદુઓ માર્યા ગયા તે યાદ આવતુ નથી. […]

Top Stories India
pjimage 60 સાક્ષી મહારજાનો વધુ એક બફાટ, મીડિયા પર લગાવ્યો આરોપ, કહ્યુ તબરેજ યાદ પણ સેંકડો હિન્દુઓ માર્યા ગયા તે નથી આવતુ યાદ

ભાજપનાં ઉત્તર પ્રદેશનાં ઉન્નાવથી સાંસદ સાક્ષી મહારાજ તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં બની રહ્યા છે. તેમણે એકવાર ફરીથી વિવાદિત નિવેદન આપ્યુ છે. ઝારખંડનાં તબરેજ અંસારીનાં સંદર્ભમાં, ભાજપનાં સાંસદે કહ્યું હતું કે, આ મીડિયા માટે મોટા દુર્ભાગ્ય બરાબર છે કે તેમને તબરેજ અંસારી તો યાદ આવે છે, પરંતુ સેંકડો હિંદુઓ માર્યા ગયા તે યાદ આવતુ નથી.

સાક્ષી મહારાજ શનિવારે ભાજપની સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ભાગ લેવા પહોચ્યા હતા. આ દરમિયાન પત્રકારોએ જ્યારે તબરેજ અંસારીની સાથે થયેલી મોબ-લિંચિંગ પર સવાલ પૂછવામાં આવ્યા તો સાક્ષી મહારાજએ મીડિયા પર જ સવાલો ઉભા કરી દીધા. તેમણે ગુસ્સામાં કહ્યુ કે, ‘આ મીડિયા માટે મોટુ દુર્ભાગ્ય છે. તબરેજ અંસરી તો યાદ આવે છે, સેંકડો હિન્દુઓ માર્યા ગયા તે યાદ આવતુ નથી.’ ભાજપ સાંસદએ કહ્યુ કે, કાશ્મીરમાં સિપાહીની સાથે શું થઇ રહ્યુ છે, તમને યાદ નથી આવતુ. ચાંદની ચોકમાં મંદિર તોડી દેવામાં આવ્યુ તે નજર નથી આવતુ. નાની-નાની છોકરીઓની સાથે દુષ્કર્મ થઇ રહ્યા તે નથી દેખાઇ રહ્યુ. માત્ર તબરેજ અંસારીની જ તમે વાત કહી રહ્યા છો. આ હિંન્દુસ્તાનમાં બીજા લોકો પણ રહે છે.

ઉલ્લેખનીય છે કે, 18 જૂને ઝારખંડનાં જમશેદપુરમાં 22 વર્ષીય યુવક તબરેજ અંસારીને બાઈક ચોરીની શંકામાં ભીડે ખરાબ રીતે માર્યો હતો. ખૂબ માર માર્યા બાદ ભીડે તબરેજ અંસારીને પોલીસને સોંપી દીધો હતો. જ્યા પોલીસે તેને ચોકી પર લઇ ગઇ હતી. હાલત ગંભીર થતા તબરેજને હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યા સારવાર દરમિયાન 22 જૂનનાં રોજ તેની મોત થઇ ગઇ હતી.

તબરેજની મોત પર સામે આવેલી જાણકારી મુજબ તે જમશેદપુરથી બાઇક લઇને પરત થઇ રહ્યો હતો. તાની સાથે તેના બે સાથી મિત્રો પણ હતા તેવુ પણ સામે આવ્યુ છે. ત્યારે ગામનાં લોકોએ શંકાનાં આધારે તબરંજને બાઇક ચોરીનો આરોપી સમજી પકડી પાડ્યો હતો. ત્યારે ભીડનાં હથ્થે માત્ર તબરેજ જ ચઢ્યો હતો, તેના બે સાથી મિત્રો ત્યાથી ભાંગી જવામાં સફળ રહ્યા હતા. તબરેજને પકડ્યા બાદ ગામનાં લોકોએ તેને ઝાડ પર બાંધી દીધો હતો અને ખૂબ માર માર્યો હતો, જે દરમિયાન તેને જય શ્રી રામ બોલવા પર મજબૂર પણ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.