વોશીંગ્ટન,
અમેરિકાની મીડિયા કંપની મેરેડીથ કોર્પનું પ્રખ્યાત ‘ ટાઇમ ‘ મેગેઝીનને સેલ્સફોર્સના સહસંસ્થાપક અને સીઈઓ માર્ક બેનીઓફ અને તેમની પત્નીને ૧૯ કરોડ ડોલરમાં વેચી દીધું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સેલ્સફોર્સના કુલ ચાર સંસ્થાપક છે જેમના એક માર્ક બેનીઓફ છે. માર્ક બેનીઓફે ટાઇમ મેગેઝીનને ૧૯ કરોડ રૂપિયામાં ખરીદ્યું છે.
બેનીઓફે પોતાના એકાઉન્ટમાંથી ટ્વીટ કર્યું હતું કે ટાઇમ મેગેઝીનનો પાવર તેની યુનિક સ્ટોરી જે આપણને સૌને અફેક્ટ કરે છે તે હંમેશા બીજા મેગેઝીન કરતા અલગ રહ્યો છે.
બેનીઓફ જે સેલ્સફોર્સ કંપનીના ચેરમેન, સીઈઓ અને સહ સંસ્થાપક છે તેમણે ટાઇમ મેગેઝીન વિશે કહ્યું હતું કે હું અને મારી પત્નીને ટાઇમ મેગેઝીનનું ઓર્ગેનાઈઝેશન અને તેની બ્રાંડ પ્રત્યે ઘણું માન છે.
તમને જણાવી દઈએ કે સેલ્સફોર્સ ‘ કલાઉડ કોમ્પ્યુટરીંગ ‘ ની દિગ્ગજ કંપની છે.
પ્યુપલ અને બેટર હોમ્સ એન્ડ ગાર્ડન્સ જેવા મેગેઝીન પ્રકાશન કરતી મેરેડીથે ટાઇમ મેગેઝીનને માર્ચ મહિનામાં વેંચવા માટેની વાત કરી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, ટાઇમ મેગેઝીન પછી બીજા ત્રણ મેગેઝીન ફોર્ચ્યુન, મની અને સ્પોર્ટ્સ ઈલ્ટસ્ટ્રેટેડની હરાજી કરવા માટેની વાતચીત ચાલુ છે.