બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન સાથેની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં મુન્નીની ભૂમિકા ભજવીને દરેકનું દિલ જીતનાર હર્ષાલી મલ્હોત્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હર્ષાલી મલ્હોત્રા ફરી એક વાર તેના એક વીડિયો અંગે ચર્ચામાં છે.
માસ્ક પહેરવાની અપીલ
સલમાન ખાનની ‘મુન્ની’ એ તેના ચાહકોને ખૂબ જ સુંદર રીતે માસ્ક પહેરવાની અપીલ કરી છે. હર્ષાલી મલ્હોત્રાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહે છે કે, ‘તમે લોકો કૃપા કરીને માસ્ક યોગ્ય રીતે પહેરો. માત્ર માસ્ક જ તો પહેરવાનું છે. મારે ફરીથી થાળી વેલણ નથી વગાડવા કે નથી દીવા , કે મીણબત્તી નથી પ્રગટાવવા.અને તે ડેલ્ગોના કોફી બિલકુલ બનાવવાની નથી….
તમારે ફક્ત એક નાની ચડ્ડી પહેરવી પડશે
તેની રમૂજી વીડિયોમાં હર્ષાલી વધુમાં કહે છે, ‘પહેલા પણ મારાથી બેવકૂફ નોહતી બની અને મને નથી ખબર કે કેવી રીતે બને છે એ કોફી, નાનકડી ચડ્ડી જ તો છે જે મો પર પહેરવાની છે. મારો તો મેકઅપ પણ દેખાતો નથી, છતાં હું તે પહેરું છું… બધા લોકોની સલામતી માટે… કૃપા કરીને. ‘ તેના વીડિયો સાથે કેપ્શનમાં હર્ષાલીએ લખ્યું છે – ‘કૃપા કરીને માસ્ક પહેરો, લોકહિતમાં રજૂ ‘.
સીટીમાર પર ડાન્સ વીડિયો વાયરલ થયો હતો
યાદ કરો કે તાજેતરમાં હર્ષાલી મલ્હોત્રા ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈના ગીતો પર ડાન્સ કરવા ચર્ચામાં આવી હતી. તેણીએ પોતાનો ડાન્સ વીડિયો સીટીમાર પર સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે ઝડપથી વાયરલ થયો હતો. ચાહકોને તે ખૂબ ગમ્યું.