એક સમયે રેલ્વે સ્ટેશન પર રહીને ગીતો ગાતી રાનૂ મંડલને આજે કોઈ પરિચયની જરૂર નથી. પોતાના એક ગીતનાં કારણે લોકપ્રિય બનેલી રાનૂ મંડલ હવે ફિલ્મોમાં પણ પ્રવેશ કરી ચૂકી છે. ગાયક અને સંગીતકાર હિમેશ રેશમિયા દ્વારા રાનૂને ફિલ્મમાં ગાવાની તક મળી હોવાથી, તેની સાથે જોડાયેલી ઘણી બાબતો બહાર આવી રહી છે. થોડા દિવસો પહેલા એક સમાચાર સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે બોલીવુડનાં ‘ચુલબુલ પાંડે’ એટલે કે સલમાન ખાને રાનૂ મંડલને 55 લાખનું ઘર ગિફ્ટ કર્યું છે. આ અંગે સલમાને એક સ્પષ્ટતા કરી છે.
એક રેલ્વે સ્ટેશન પર માત્ર ગીત ગાઇને પોતાનુ ગુજરાન ચલાવનાર રાનૂ મંડલ આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ચર્ચિત ચહેરો બન્યુ છે. તાજેતરમાં જ 55 લાખનો ફ્લેટ રાનૂ મંડલને આપવાની વાત દરેકની જીભે હતી. જોકે, રાનૂ મંડલનાં મેનેજરે આ અહેવાલોને ફગાવી દીધા હતા. વળી હવે સલમાન ખાને પોતે કહ્યું હતું કે, તેમણે રાનૂ મંડલને કોઇ ગિફ્ટ આપી નથી.
જ્યારે સલમાન ખાનને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘આ સમાચાર ખોટા છે. મેં પણ આ સમાચાર સાંભળ્યા છે. જ્યારે મેં કંઈ કર્યું જ નથી, ત્યારે હું આ માટે ક્રેડિટ લઈ શકતો નથી, મેં આવું કંઈ જ કર્યું નથી. આપને જણાવી દઈએ કે સલમાન તેની આગામી ફિલ્મ દબંગ 3 માં નજર આવવાનો છે, જેના નિર્દેશક પ્રભુ દેવા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.