મુંબઈ
સુપરસ્ટાર સલમાનખાન વ્યસ્ત એક્ટરમાંના એક છે. હાલ સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ભારતના શુટિંગમાં વ્યસ્ત છે તો બીજી તરફ તેનો પોપ્યુલર ટીવી શો બિગ બોસની ૧૨મી સીઝન માટે તૈયારી કરી રહ્યા છે. હાલમાં જ શો દસ ક દમ પૂરો થયો છે.
દર વખતની જેમ આ વખતે પણ બિગ બોસનો શો સલમાન ખાન હોસ્ટ કરવાના છે. આ શોનું પ્રીમિયર ૧૬ સપ્ટેમ્બરના રોજ થવાનું છે. આ શો માટે સલમાન ખાન ઘણી તૈયારી કરી રહ્યા છે. શુક્રવારે તેમણે પોતાના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટમાં એક પોસ્ટ કરી હતી. તેમાં લખ્યું હતું કે હું આવી રીતે બિગ બોસની ૧૨ની સીઝન માટે તૈયારી કરી રહ્યો છુ. સલમાન ખાનની આ પોસ્ટને થોડા જ કલાકમાં ૧૧ લાખથી વધુ લોકોએ લાઈક કરી હતી.
સામાન્ય રીતે ક્લીન શેવ રાખનારા સલમાન ખાન આ લુકમાં ફ્રેંચ કટ લુકમાં દેખાઈ રહ્યા છે.