બોલીવુડમાં સતત કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી ઘણા સેલિબ્રિટી કોરોના પોઝિટિવ મળ્યા છે. આ વચ્ચે કોઈ બોલીવુડ સેલેબ્સ વેક્સિન પણ લઈ રહ્યાં છે. બોલિવૂડના સ્ટાર સલમાન ખાન એ પણ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો . તેણે ટ્વીટ કરી આ જાણકારી પોતાના ફેન્સ સાથે શેર કરી છે.
સલમાને કર્યુ ટ્વીટ
સલમાન ખાને ટ્વીટ કરી કહ્યુ, ‘મેં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.’ મહત્વનું છે કે સલમાન ખાનનો લીલાવતી હોસ્પિટલ જતો એક વીડિયો પણ વાયરલ થયો હતો. સલમાન હંમેશા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા માટે કહેતો રહેતો હોયછે. વાયરલ થયેલા વીડિયોમાં સલમાન ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળી રહ્યો છે.