Gandhinagar News: ગુજરાતમાં હવે સાંબેલાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. તેમા ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં હવે વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવાશે. દક્ષિણ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. જૂનાગઢ, જામનગર અને દ્વારકામાં ભારે વરસાદ પડશે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ વરસાદ પડશે.
તેમા ભારેથી અતિ ભારે વરસાદ માટે જામનગર, દ્વારકા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ખાતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અતિ ભારે વરસાદ માટે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, સુરત, ડાંગ, નવસારી અને તાપી વગેરેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે ભારે વરસાદ માટે અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજથી દક્ષિણ ગુજરાતમાં સરક્યુલર સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. અમદાવાદમાં આજે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના માછીમારોને આગામી બે દિવસ દરમિયાન ન જવાની સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદની આગાહી છે.
રાજ્યમાં 25 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ ખાતે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે 26 જૂનના રોજ પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 27 જૂનના રોજ નવસારી, વલસાડ, તાપી અને દમણ દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી છે. 28 જૂનના રોજ ભરૂચ, ડાંગ, નવસારી, દાદરા નગર હવેલી અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર
આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ
આ પણ વાંચો: ગીર સોમનાથ- જૂનાગઢમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
આ પણ વાંચો: રાજકોટ ઉપલેટામાં ચાર બાળકોના ફૂડ પોઇઝનિંગથી મોત થતાં સનસનાટી