સોલઃ દિગ્ગજ કંપની સેમસગના ગ્રુપ ચીફ જે.વાઇ. લીને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિને લાંચ આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે સેમસંગ ઇલેટ્રોનિક્સ વચ્ચે જે.વાઇ. લી કોરિયાની રાજધાની સોલના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટમાં કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટની સુનવણી બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. સેમસંગ ચીફ લી પર બે કંપનીઓના મર્જ કરવાનો આરોપ છે. સરકારનું સમર્થન મેળવવા માટે રાષ્ટ્રપતિ પાર્ક ગ્યૂન હેઇ અને લાંબા સમય સુધી તેમના મિસ્ને 3.6 કરોડની લાંચ દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
લી વિરુદ્ધ ગબન વિદેશમાં સંપતિઓને છુપાવવા અને ખોટા સાક્ષી આપવાના આરોપની પણ તપાસ થઇ રહી છે. કોર્ટે ગયા મહિને ધરપકડ કરવા માટે અભિયોજકોના પહેલા પ્રયાસને ફગાવી દીધો છે. અને કહયું હતું કે, લી ની ધરપકડ ન્યાયસંગત ઠેરવવા માટે પુરાવવાનો અભાવ છે.