બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાને કોણ નથી ઓળખતું. પ્રીતિ તેની સુંદર સ્માઇલ અને તેના ગાલ પરના ડિમ્પલને કારણે ‘ડિમ્પલ ગર્લ’ તરીકે જાણીતી છે. પરંતુ તાજેતરમાં તે પીઢ અભિનેતા સંજય ખાનને ઓળખી શક્યા ન હતા. સંજય ખાનને પણ પ્રીતિને ઓળખી ન શકવાનો અફસોસ છે. તેમણે ટ્વિટ કરીને અભિનેત્રીની માફી માંગી છે.
આ પણ વાંચો :ભાજપનાં સમર્થક મુકેશ ખન્નાએ કંગનાનાં નિવેદનને ચાપલૂસીથી પ્રેરિત ગણાવ્યું
સંજયે લખ્યું- ‘ડિયર પ્રીતિ- એક સજ્જનની જેમ મને માફી માંગવી મારી ફરજ લાગે છે કારણ કે જ્યારે મારી દીકરી સિમોને ફ્લાઈટમાં તમારો પરિચય કરાવ્યો ત્યારે હું તમને ઓળખી શક્યો નહોતો. જો ફક્ત ઝિંટા કહેવામાં આવ્યું હોટ તો મને યાદ આવી ગયું હોટ કારણ કે મેં તમારા સુંદર ચહેરા સાથે તમારી ઘણી ફિલ્મો જોઈ છે. સંજયની આ જાહેર માફી પર પ્રીતિનો જવાબ આવવાનો બાકી છે.
પ્રીતિ ઝિંટા સરોગસી દ્વારા બની માતા
હાલમાં જ પ્રીતિ ઝિંટા માતા બનવાના સમાચારને લઈને ચર્ચામાં હતી. તેણે તેના પતિ જીન ગુડઇનફ સાથે ફોટો શેર કરીને ચાહકોને ખુશખબર આપી. પ્રીતિ સરોગસી દ્વારા જોડિયા બાળકોની માતા બની છે.
આ પણ વાંચો :પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પરથી જોનસ સરનેમ હટાવ્યા બાદ કર્યું આ કામ
સંજય ખાને 40 થી વધુ ફિલ્મોમાં કયું છે કામ
સંજય ખાનની વાત કરીએ તો તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સંજયે 40 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ફિલ્મ ‘ચાંદી સોના’ ‘કાલા ધંધા ગોર લોગ’ તેમજ ટીવી ક્લાસિક ‘ધ સ્વોર્ડ ઑફ ટીપુ સુલતાન’નું દિગ્દર્શન અને નિર્માણ કર્યું હતું.
આ પણ વાંચો : કરણ જોહરે નવી ફિલ્મની કરી જાહેરાત, જાણો શું છે નામ અને કોણ છે લીડ રોલમાં
આ પણ વાંચો : શું પ્રિયંકા ચોપરા પતિ નિકને આપશે છૂટાછેડા ? સોશિયલ મીડિયા પર પતિની અટક કાઢી નાખી
આ પણ વાંચો :સાવકી મા હેલન સાથે સલમાન ખાને કર્યું હતું આવું વર્તન