અવસાન/ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડો. ડાહ્યાલાલ શાસ્ત્રીજીનું નિધન

નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ના સંસ્થાપક અને પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત 98 વર્ષીય ડાયાલાલ શાસ્ત્રીજીનું રવિવારના રોજ નિધન થયું હતું.

Gujarat Others

નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ના સંસ્થાપક અને પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત 98 વર્ષીય ડાયાલાલ શાસ્ત્રીજીનું રવિવારના રોજ નિધન થયું હતું. પૂજ્ય ડાહ્યાલાલ શાસ્ત્રીજીએ સંસ્કૃત ભાષામાં અનેકો પુસ્તકો ની રચના કરી છે સંસ્કૃત અને સંસ્કૃતિનું જતન કરનારા પૂજ્ય ડાયાલાલ શાસ્ત્રીજીને ભારતના વડાપ્રધાન મોદીજી દ્વારા ટ્વિટ કરી તેમના નિધનનો શોખ સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

તા૧૦/૧૦/૨૦૨૩ સવારે 9 કલાકે પૂ.ડાહ્યાભાઈ શાસ્ત્રીએ વિદાય લેતા ભારે શોક પર્વતી ગયો છે. તેમની સિદ્ધિને ગુજરાત યાદ રાખશે ખાસ કરીને સંસ્કૃત વિધવાન હોવાથી તેમના હાથ નીચે અનેક લોકો તૈયાર થઈ આજે દેશ પરદેશમાં સંસ્કૃતનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તે તમામ લોકો દાદાની વિદાયથી ભારે શોકમાં ડૂબી ગયા છે. ગત 3 સપ્ટેમ્બર 2023ના રોજ પૂ.ડાહ્યાભાઈ શાસ્ત્રીના ધર્મપત્ની મંગળાબાએ ચિર વિદાય લીધી હતી. જે બાદ તેમની તબિયત ખુબજ નાદુરસ્ત રહેવા લાગી હતી અને આજે દાદાએ ચિર વિદાય લેતા સંસ્કૃત જગતનો એક સુરજ આથમ્યો છે. તા:૧૧/૧૦/૨૦૨૩ ના પોતાના નિવાસ્થાને બ્રહ્મર્ષિ સંસ્કૃત ધામમાં જ વેદોક્ત તેમજ શાસ્ત્રોક્ત વિધિ થી સંતો , મહન્તો,ઋષિ કુમારો ઘ્વારા  અગ્નિ સંસ્કાર અપાયો.

 પંચ મહાભૂતો માં વિલય

સંસ્કૃત અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે જીવનને સમર્પિત કરી દેનાર પૂ. શાસ્ત્રીજી નિવૃત્તિ બાદ સંસ્કૃતિના પાયાને મજબૂત કરવા અવિરત પ્રયત્નો કરતા હતા. એના પરિણામ સ્વરૂપે નડિયાદ ખાતે “બ્રહ્મર્ષિસંસ્કાર ધામ” નામની અનોખી સંસ્થાનો ઉદય થયો હતો. 19- જાન્યુઆરી 1950 થી પેટલાદ રાજકીય સંસ્કૃત મહાવિદ્યાલયમાં અધ્યાપન કાર્યમાં પ્રવૃત, શાળાના આચાર્ય ઉપરાંત ગુજરાત રાજ્ય સંસ્કૃત વિભાગના નિરીક્ષક તરીકે સેવાઓ આપી 1984 – માં નિવૃત્ત થઇ સંસ્કૃતિ રક્ષા અને રાષ્ટ્રરક્ષાનાં આ મહાયજ્ઞમાં યુવાનોને પ્રેરણા મળે એટલી સ્ફૂર્તિથી કાર્ય કરી રહ્યા હતા. સંસ્કૃત સેવાના તેઓના કાર્યોથી સરકાર દ્વારા રાજ્યપાલએ તેમજ અનેક સામાજિક સંસ્થાઓએ તેઓનું સન્માન કર્યું હતું.

(પૂજ્ય દાદાજી) શાસ્ત્રીજી દ્વારા પ્રકાશિત પુસ્તિકાઓ લગ્ન સંસ્કાર, બ્રાહ્મણો, પ્રમુખ પિયૂષ, સ્મરણસુધા, જીવનસુધા, સપ્તસુધા, સંસ્કૃતિસુધા, ભારતીય તત્વ દર્શન, સ્તુતિ સુધા, આચમન – સાંસ્કૃતિક આચાર દર્શાવતી પુસ્તિકા, વૈદિક વાડ્મયનો પ્રાથમિક પરિચય.રાજ્યની અનેક સામાજિક સંસ્થાઓમાં પણ તેઓની સેવા હતી. પૂ્.સાતવલેકરજી દ્વારા સંસ્થાપિત વેદ, સંસ્કૃત, સાહિત્યના પ્રચાર પ્રસાર તેમજ અનેક અલભ્ય ગ્રંથોનું પ્રકાશન તથા ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરનાર સ્વાધ્યાય મંડળ કીલ્લાપારડીના તેઓ અધ્યક્ષ પદે પણ સેવાઓ આપી છે.

તેમના અગ્નિ સંસ્કાર મા પૂજ્ય શ્રીમદ્દ ભાગવત કથાકાર જીગ્નેશ દાદા, પ.પૂજ્ય રમેશ ભાઈ ઓઝા ના ભાઈ ગૌતમ ઓઝા,વિશ્વ હિન્દુ પરિષદ ના પૂર્વ મહામંત્રી ગુજરાત રાજ્ય જયદીપ પટેલ, ગુજરાત રાજ્ય  સાહિત્ય પરિષદ ના પ્રમુખ ભાગ્યેશ ઝા,ભૂત પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રી જાનવી વ્યાસ ગુજરાત સમાચાર ખેડા બ્યુરો ચીફ હર્ષિત મહેતા, કેન્દ્રીય પ્રચાર પ્રસાર મંત્રી દેવસી ચૌહાણ તેમજ આરએસએસ બજરંગ દળ ના પ્રમુખો કાર્યકર્તાઓ હાજર રહ્યા.

પૂજ્ય ડાહ્યા ભાઈ શાસ્ત્રી વડા પ્રધાન મોદી ના આદર્શ હતા.ગુજરાત ના તાત્કાલિન સી એમ નરેદ્ર મોદી જે તે સમયે આશીર્વાદ લેવા વર્ષ માં ૪- ૫ વખત નડિયાદ આશ્રમ મા આવતા હતા.આમ હાલ ના સી એમ ભુપેન્દ્ર પટેલ ઘ્વારા ટ્વીટ કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્વિટ કરાયું   ગુજરાત ના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા ટ્વિટ કરાયુ ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પણ ટ્વિટ.



આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી

આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા