Not Set/ જોડીદાર વિના ઝૂરી ઝૂરીને પ્રાણ ત્યજી દેતા હોય છે, અને આ કારણે તેમની જોડીને સારાસબેલડી કહે છે

મુખ્યત્વે નાના પાણીના જીવ, માછલી, જીવાત, પાણીના સાપ, નાના કાચબા, પાણીની અમુક પ્રકારની વનસ્પતિ, બીયા, દાણા, સીંગ દાણા, ક્યારેક કાચબાના અને પક્ષીના ઈંડા વગેરે ખાય છે.

Ajab Gajab News Trending
saras જોડીદાર વિના ઝૂરી ઝૂરીને પ્રાણ ત્યજી દેતા હોય છે, અને આ કારણે તેમની જોડીને સારાસબેલડી કહે છે

સારસ બેલડી ની નર્તનલીલા, સારસ /Sarus Crane / Grus anitigone, 

@ જગત કીનખાબવાલા (સ્પેરો મેન), 

સારસ : ભારતવર્ષમાં સહુથી મોટા પક્ષીઓમાંનું એક લગભગ ૫ ફૂટ કરતા વધારે અને લગભગ ૬ ફૂટ સુધીનું ઊંચાઈનું અચંબો પમાડે તેવું પક્ષી એટલે સારસ. એક સરેરાશ માણસ જેટલી ઊંચાઈ ધરાવે છે. એક વખત જોડી બનાવે પછી હંમેશા પોતાના વફાદાર સાથીદારની સાથે જોવા મળે અને તે મોનોગોમાસ/ એકવિધતાવાળું હોય. જ્યારે પણ તેમના સાથીદારનું મૃત્યુ થાય ત્યારે તેના વિરહમાં એકલતામાં તડપતું હોય અને એવું મનાય છે કે તેના જોડીદાર વિના ઝૂરી ઝૂરીને પ્રાણ ત્યજી દેતા હોય છે, જીવન ટૂંકાઈ જાય છે અને આ કારણે તેમની જોડીને સારાસબેલડી કહે છે! તેઓ પોતાની લાગણી, દુઃખ, ચિંતા,આનંદ, નજાકત ખુબ સારી રીતે વ્યક્ત કરી શકે છે. તેઓ બે જણ સતત એકબીજાની સાથે નજીકમાંજ હરતા, ફરતા, ચરતા અને ઉડતા હોય છે. પાણીની નજીક રહેતા હોઈ ઉનાળામાં પણ જળાશય પાસે આઠ દસના સમૂહમાં જોવા મળે તે એક મોટો લહાવો બની રહે છે.

jagat kinkhabwala જોડીદાર વિના ઝૂરી ઝૂરીને પ્રાણ ત્યજી દેતા હોય છે, અને આ કારણે તેમની જોડીને સારાસબેલડી કહે છે

ભારતમાં લગભગ બધીજ જગ્યાએ, વેટલેન્ડ/ નીચા વિસ્તાર જ્યાં જમીન પાણીથી સંતૃપ્ત થાય છે તેવા વિસ્તારમાં સારસ  જોવા મળે છે. તેવા વિસ્તાર શહેરમાં હોય નહિ તે કારણે બહુ ઓછા લોકો મળે કે જેમણે તેમને નજરે જોયા હોય. ભારતના ઉપખંડમાં, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, નેપાળ, મ્યાનમાર, વિએટનામ, કમ્બોડીઆ અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે.

saras જોડીદાર વિના ઝૂરી ઝૂરીને પ્રાણ ત્યજી દેતા હોય છે, અને આ કારણે તેમની જોડીને સારાસબેલડી કહે છે

તેઓ પોતાનો માળો પાણીની વચ્ચે ના ભાગમાં પાણીજન્ય વનસ્પતિમાં, માનવ રચિત પાણીના કુંડમાં, કેનાલ, તળાવ, ડાંગરના પાણી ભરેલા ખેતરમાં વચ્ચે પોતાનો માળો બનાવે છે. આ માળો નીચે મોટી અને જાડી સળીઓ/ ડાળીઓ વગેરે મૂકી, ઊંચો માળો બનાવે અને તેની ઉપર ઘાસ અને તેના જેવી વસ્તુઓ વાપરી બે મીટર જેટલા ઘેરાવ વાળો મોટો ગોળાકાર માળો બનાવે જેથી પાણીનું લેવલ વધઘટ થાય તો પણ તકલીફ ન પડે તેવો સલામત માળો બનાવી લે છે. સામાન્ય રીતે વરસાદ પડે અને પાણી ભરાય ત્યારે તેઓ માળો બનાવવાનું આયોજન કરે છે. ક્યારેક તેઓ ચોમાસા સિવાય ઈંડા મૂકે તેવા અપવાદરૂપ કિસ્સા પણ જવલ્લે નોંધાયા છે. ભારતમાં વરસાદની અનિયમિતતાના કારણે તેઓ ઈંડા મુકવાનો સમય બદલતા જોવા મળ્યા છે. ભારતમાં પરંપરા પ્રમાણે ગ્રામ્ય પ્રજા તેમને કનડે નહિ માટે સારસ માણસથી બહુ બીવે નહિ તેમ છતાં માણસથી દૂર રહે! તેઓના બચ્ચાના પીંછા આછા પીળા રંગના હોય છે.

saras 2 જોડીદાર વિના ઝૂરી ઝૂરીને પ્રાણ ત્યજી દેતા હોય છે, અને આ કારણે તેમની જોડીને સારાસબેલડી કહે છે

સારસ ખેતરમાં ઉભા પાકમાં માળો બનાવી લે માટે તેની આસપાસની જગ્યામાં ઉભેલો પાક થઇ ન શકે માટે ઘણી વખત ખેડૂત તેને ઝેર દઈને કે રાંધીને ખાવા માટે શિકારી મારી નાખે. તેઓની સંખ્યા ઝડપથી ઘટી રહી હોઈ સરકારે પણ ખેડૂતને એક રાહત આપી છે. જે ખેતરમાં તે માળો બનાવી ઈંડા મૂકે તો લગભગ ૩૦ ફૂટના ઘેરાવામાં તેણે દોરી બાંધી તે જગ્યામાં જવું નહિ અને તે જગ્યામાં જેટલો પાક હોય તે પ્રમાણે સરકાર તરફથી એક વખત તેટલા પાકનું વળતળ આપવામાં આવે છે અને તેમનો વંશવેલો બચાવી લેવાય છે. તેમનો વધ ન કરાય તેમ સર્વે પરંપરા પ્રમાણે માને! ચોમાસુ તેમની પ્રજનનની/ સંવર્ધનની ઋતુ છે. તેઓ એક થી બે અને ક્યારેક ત્રણથી ચાર ઈંડા મૂકી શકે છે. ઈંડાનું વજન ૨૪૦ ગ્રામ સુધીનું હોય છે. નર સારસ અને માદા સારસ વારા ફરતી ફીકા સફેદ ઈંડાને ૩૦ – ૩૧ દિવસ સુધી સેવે છે.

saras 1 જોડીદાર વિના ઝૂરી ઝૂરીને પ્રાણ ત્યજી દેતા હોય છે, અને આ કારણે તેમની જોડીને સારાસબેલડી કહે છે
સારસ ની ચાલ ધીમી પણ પ્રભાવશાળી હોય છે. રંગરૂપ ખુબ આકર્ષક અને દેખાવે ગંભીર અને શાંત લાગે. અવાજ બુલંદ, કર્ણપ્રિય અને સાંભળવો ગમે અને મન પ્રફુલ્લિત કરી દે, અવાજ ડ્રમ કે ટ્ર્મપેટ વાગતું હોય તેવી લયમાં પદ્ધતિસર હોય. તેઓ જમીનથી બહુ ઊંચે ઉડી શકતા નથી. તેમની શરીર રચનાની એક મર્યાદા છે. ઉડે ત્યારે ડોક છેક આગળ હોય અને પગ છેક પાછળ ખેંચેલા હોય. ઉડે ત્યારે પાંખો નો ફડ ફડ અવાજ આવે. સારસબેલડી પાંખો ઝડપથી ફફડાવીને ઉડી શકે છે. સારસબેલડીની ચાલ ધીમી પણ ખુબજ આકર્ષક અદાવાળી લાગે. તેઓ સંવર્ધનની ઋતુમાં તેમજ અન્ય સમયે એકબીજાની આજુબાજુ ગોળાકારે નૃત્ય કરતા હોય તેમ ઘૂમે છે.

saras 3 જોડીદાર વિના ઝૂરી ઝૂરીને પ્રાણ ત્યજી દેતા હોય છે, અને આ કારણે તેમની જોડીને સારાસબેલડી કહે છે

ખુબ લોકો તેના ચિત્ર બનાવે તેવું રૂડું ને રંગીલું. તેઓનું માથું રાખોડી. ડોકનો ઉપરનો ભાગ લોહી જેવો લાલ બાકી આખું સારી રાખોડી હોય. સારસબેલડીની ચાંચ લીલાશ પડતી હોય છે. પગ ખુબજ લાંબા હોય છે અને ડોક તેમજ ચાંચ ખુબ લાંબી હોય છે. શરીર પૂંછડી તરફ ઢળતું હોય છે. પાંખો ફેલાવે ત્યારે સારસબેલડીનો વ્યાપ ૮૫ થી ૯૫ ઇંચ જેટલો પહોળો હોય છે. તેઓનું વજન ૭ થી ૯ કિલો જેટલું હોય છે અને આયુષ્ય ૩૦ થી ૪૦ વર્ષનું હોય છે. સારસની બેલડીને જુવો તો નર સારસ અને માદા સારસનો તફાવત દેખાય. માદા સારસની ડોકમાં જે લાલ રંગ હોય છે તે નર સારસ કરતા આછો લાલ હોય છે, બાકી જો દૂરથી જુઓ તો તફાવત ન દેખાય અને લગભગ સરખાજ દેખાય.

saras 4 જોડીદાર વિના ઝૂરી ઝૂરીને પ્રાણ ત્યજી દેતા હોય છે, અને આ કારણે તેમની જોડીને સારાસબેલડી કહે છે

સારસબેલડી મુખ્યત્વે નાના પાણીના જીવ, માછલી, જીવાત, પાણીના સાપ, નાના કાચબા, પાણીની અમુક પ્રકારની વનસ્પતિ, બીયા, દાણા, સીંગ દાણા, ક્યારેક કાચબાના અને પક્ષીના ઈંડા વગેરે ખાય છે.
(સહયોગ: ફોટોગ્રાફ્સ: શ્રી વનિત. ડેનિયલ અને શ્રી સેજલ શાહ ડેનિયલ. વિડિઓ: શ્રી સેજલ શાહ ડેનિયલ).

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve