Not Set/ બજેટ પહેલા વિધાનસભામાં હંગામો, ચોર બળાત્કારના સૂત્રો ગુંજ્યા

ગાંધીનગરઃ ડે.સીએણ નીતિન પટેલ રાજ્યનું 2017-18 નું બજેટ રજૂ કરે તે પહેલા જ વિરોધ પક્ષ દ્વારા નલિયાકાંડની તપાસ સિટિંગ જજની આગેવાની નીચે તટસ્થ તપાસની માંગને લઇને વિરોધ અને હંગામો કર્યો િહતો. બજેટ રજૂ થાય તે પહેલા જ વિરોધ કરવાનું શરૂ કરતા બજેટ પ્રશ્નોતરી કાળ દરમિયાન બજેટ સત્રને અટકાવી દેવું પડ્યું હતું. બજેટ રજૂ કરતા પહેલા તેમણે […]

Gujarat
Untitled 3 બજેટ પહેલા વિધાનસભામાં હંગામો, ચોર બળાત્કારના સૂત્રો ગુંજ્યા

ગાંધીનગરઃ ડે.સીએણ નીતિન પટેલ રાજ્યનું 2017-18 નું બજેટ રજૂ કરે તે પહેલા જ વિરોધ પક્ષ દ્વારા નલિયાકાંડની તપાસ સિટિંગ જજની આગેવાની નીચે તટસ્થ તપાસની માંગને લઇને વિરોધ અને હંગામો કર્યો િહતો. બજેટ રજૂ થાય તે પહેલા જ વિરોધ કરવાનું શરૂ કરતા બજેટ પ્રશ્નોતરી કાળ દરમિયાન બજેટ સત્રને અટકાવી દેવું પડ્યું હતું.

બજેટ રજૂ કરતા પહેલા તેમણે જણાવ્યું હતું સૌવનો સાથ સૌનો વિકાસ કરતું બજેટ હશે જેમા વિરોધ પક્ષોને વિરોધ કરવાની તક બિલકુલ નહી મળે. અને વિરોધ પક્ષ દ્વારા કોઇ યોજનાને લઇને સૂચનો કરવામાં આવશે તો તે આવકાર્ય છે.

રાજ્યમાં વર્ષ 2017-18 નું બજેટ વિધાનસભામાં ડે.સીએમ નીતિન પટેલ દ્વારા રજૂ કરવામાં આવશે. વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ વર્ષનું બજેટ ચૂંટણી લક્ષી બજેટ રહશે. વર્તમાન સરકારનું છેલ્લું અને વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારનું પહેલું બજેટનું કુલ કદ 1.65 લાખ કરોડનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ચાલુનાણાંકીય વર્ષના બજેટમાં 1,16,366 કરોડની મહસૂલ આવક અંદાજવામાં આવી છે. જેમાથી 71,370  કરોડની વેરાની આવકો થશે. એમા જણાવાયું છે પરંતું સંજોગો એવા સર્જાયા છે કે, સરકારની આવકનો અંદાજ પૂરો થાય તેવી શક્યતા ઓછી છે.