@અલ્પેશ ડાભી, ભાવનગર
સૌરાષ્ટ્રના વિકાસના દ્વાર ખોલતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરતી ઘોઘા-હજીરા રો રોપેક્ષ ફેરી સર્વિસ આશીર્વાદરૂપ બની રહી છે. વર્તમાન સમયમાં આ ફેરી સર્વિસ હાલ ફૂલ જઈ રહી છે ત્યારે હવે બેંગલોર સ્થિત હોન્ડા કંપની દ્વારા પણ હવે પોતાના વાહનોના કન્ટેનરને પણ રો-રોપેક્ષ ફેરી મારફતે મોકલવાનું પ્રારંભ કર્યું છે. જેમાં હોન્ડા કંપનીની બાઈક ભરેલા આઠ કન્ટેનરો ઘોઘા બંદરે આવી પહોચ્યા હતા.
ઘોઘા-હજીરા રો-રોપેક્ષ ફેરી સર્વિસ વર્તમાન સમયમાં લોકો માટે અને ખાસ સુરત અને મુંબઈ સહિતના વિવિધ રાજ્યોમાંથી આવતા લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. લોકો મુસાફરી સાથે દરિયાઈ મુસાફરીનો આનંદ માણવા પણ રો રોપેક્ષ ફેરીની મુસાફરી કરે છે. જયારે વાહન ચાલકોને સમયની બચત, વાહનનું મેન્ટેનન્સ ઘટે છે અને અકસ્માતના ભય વગર ૮ કલાકની મુસાફરી માત્ર ૪ કલાકમાં પૂર્ણ કરે છે. હાલના સંજોગોમાં આ ફેરી સર્વિસનું ૧૩ તારીખ સુધી ફૂલ બુકિંગ થઇ ચુક્યું છે જે રો-રોપેક્ષ સર્વિસની સફળતા બતાવે છે.ત્યારે આજે આ ફેરી સર્વિસ માટે અતિ મહત્વપૂર્ણ કહી શકાય તેવી બાબત કે જેમાં બેંગલોર સ્થિત હોન્ડા કંપની કે જેના બાઈક,સ્કુટરો તમામ જગ્યાઓ પર કન્ટેનર મારફતે બાય રોડ મોકલવામાં આવી રહ્યા છે જે હવે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પોતાના વાહનો ભરેલા કન્ટેનરો મોકલવા રો રોપેક્ષ ફેરીનો ઉપયોગ કરી રહ્યા છે. આજે હોન્ડા કંપનીના આઠ કન્ટેનરો બેંગલોરથી હજીરા થઇ ઘોઘા ખાતે આવી પહોચ્યા હતા. જ્યાંથી તેઓ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જવા રવાના થયા હતા.
આ તકે શીપમાં સાથે રહેલા ઈન્ડીગો ના સી.ઈ.ઓએ જણાવ્યું કે આજ માટે ખાસ મહત્વની બાબત કે જેમાં બેંગલોરથી હોન્ડા કંપનીના જે વાહનો ભરેલું કન્ટેનર કે જે લોડીંગ હોવાના કારણે સુરતથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પહોચતા ૨૪ કલાક જેટલો સમય લાગે છે તે હવે માત્ર ૭ થી ૮ કલાકમાં પહોચી રહ્યા છે ,જયારે લોકો હવે આ ફેરી સર્વિસની મુસાફરીને પસંદ કરી રહ્યા છે અને બુકિંગ પણ ફૂલ થઇ રહ્યું છે ત્યારે દીવ, દમણ, મુંબઈ સહિતને જોડતી ફેરી સર્વિસ સેવા શરુ કરવામ આવશે અને જેના માટે બીજા શીપની પણ તૈયારી કરવામાં આવી રહી છે.
આગામી સમયમાં દીવ,દમણ, મુંબઈ સહિતના મથકો પર ફેરી સર્વિસ નો પ્રારંભ કરવામાં આવશે જેથી સડક માર્ગ પર પરિવહન પણ ઘટશે અને અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો થશે જયારે લોકો પોતાનો કીમતી સમય બચાવી સૌરાષ્ટ્ર માંથી અવરજવર પણ કરી શકશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…