- છાત્રા સાથે ટેલીફોનિક માંગણીનો વિવાદ
- પ્રોફેસર ઝાલાની ઓફિસ સીલ કરવામાં આવી
- PHD માટે છાત્રા સાથે અશ્લીલ માંગ કરી હતી
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રોફેસરની ઓફિસ કરી સીલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પ્રોફેસરે PHDની વિદ્યાર્થીની પાસે ફોન કરી બીભત્સ માંગણી કરતો ઓડિયો વાયરલ થયો છે. વિદ્યાર્થીનીને PHD અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી આ લંપટ પ્રોફેસર ઝાલાએ વિદ્યાર્થીની પાસે શરીર સુખની માગ કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર હરિશ ઝાલાની આ ઓડિયા ક્લીપ વાયરલ થતા યુનીવર્સીટી સત્તા વાળાઓએ તાત્કાલિક પ્રો. હરીશ ઝાલા સામે પગલા લીધા છે અને તેમની ઓફીસ સીલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા પ્રો. હરીશ ઝાલાની ઓફીસને સીલ કરવામાં આવી છે.
ઓડિયો ક્લિપ વાયરલ થતા જ કુલપતિએ તપાસના આદેશ આપ્યા છે. તો જાતીય સતામણી નિવારણ સેલમાં યુવતી પાસે ફરિયાદ પણ નોંધાવાશે. અને પ્રોફેસર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. સાથે જ વાયરલ ઓડિયો ક્લિપ કયા વર્ષની છે તે જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવાશે. મહત્વનું છે કે પ્રોફેસર ઝાલા યુનિવર્સિટીમાં અગાઉ પણ બે વખત દારૂ પીતા ઝડપાઇ ચૂકયા છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ બે પ્રોફેસરો પીએચડી ની લાલચમાં વિદ્યાર્થીનીઓ સાથે ગેર વર્તન કરી ચુક્યા છે. ડોક્ટર નિલેષ પંચાલ જેવો બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર હતાં જેમને વિદ્યાર્થિની સાથે ગેર વર્તન કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકે તેમને ડિસમિસ કર્યા છે.
અન્ય પ્રોફેસર ડોક્ટર રાકેશ જોષી જેવો અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર છે તેમને એક વિદ્યાર્થીનીને બળજબરીથી ચુંબન કરવાની કોશિશ કરી હતી.આ કેસમાં યુનિવર્સિટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેનો કેસ હાલ ચાલુ છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.