ગુજરાત/ સર્પ ડંશથી કણસતા માસુમ બાળકને સેવાભાવીએ ખાનગી હોસ્પિટલમાં પહોંચાડી માનવતા મહેકાવી

ખરા ટાણે જ નગરપાલિકાની કે સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ હાજર ન હોય સેવાભાવીએ પોલીસે મિત્રની નવી ગાડીની મદદથી માસુમ બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી ઉમદા સેવાનું કામ કર્યું હતું.

Gujarat Others Trending
ગોંડલ

કુકાવાવ તાલુકાનાં દેવગામમાં મધ્યપ્રદેશનાં શ્રમિક પરિવારનાં ચાર વર્ષનાં માસુમ બાળકોને સર્પ ડંશ દેતા ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત વધુ નાજુક જણાતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી પરંતુ ખરા ટાણે જ નગરપાલિકાની કે સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ હાજર ન હોય સેવાભાવીએ પોલીસે મિત્રની નવી ગાડીની મદદથી માસુમ બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી ઉમદા સેવાનું કામ કર્યું હતું. સર્પ ડંશ

ગોંડલના સરકારી દવાખાને સેવાનો પર્યાય બનેલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ સરકારી હોસ્પિટલે હતા ત્યારે કુકાવાવ તાલુકાના દેવગામે મજૂરી કામ કરતા મૂળ એમપીના સુનિલભાઈ દેસાઈ ચાર વર્ષના માસુમ પુત્ર રાજવીરને સર્પે દંશ દીધેલી હાલતમાં લઈને આવ્યા હતા માસુમ બાળક રાજવીર જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો હોય તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની તાતી જરૂરિયાત હતી પરંતુ ખરા ટાણે જ સરકારી હોસ્પિટલની કે નગરપાલિકાની એમ્બ્યુલન્સ હાજર ન હતી જે વાતની જાણ દિનેશભાઈ માધાડ ને થતા તેઓ અન્ય વાહન ની વ્યવસ્થા કરવા લાગ્યા હતા ત્યાં ગોંડલ સીટી પોલીસના કોન્સ્ટેબલ વિશાલભાઈ ગઢાદરાએ પોતાની નવી નકોર  i20 ગાડી ની ચાવી દિનેશભાઈ ને આપતા માસુમ બાળકને શ્રીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો.

ગોંડલ

સેવાભાવી દિનેશભાઈ માધડે જણાવ્યું હતું કે ખરા ટાણે જ એમ્બ્યુલન્સ ન હોય અને પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈએ પોતાની નવી નકોર i20 ગાડી ની ચાવી તેઓને સોંપી તે ખૂબ મોટી વાત છે, આ ઉપરાંત શ્રમિક પરિવાર પાસે સારવારના પૈસા પણ ન હતા જે અંગે શ્રીજી હોસ્પિટલના તબિયત ડોક્ટર પિયુષ સુખવાલા ને જાણ કરવામાં આવતા ડોક્ટર પીયુષ સુખવાલા એ પણ દરિયા દિલી દાખવી અને કહ્યું હતું કે પૈસાની એક પણ જાતની ચિંતા ન કરશો પહેલા જેમ બને તેમ ઝડપથી માસુમ બાળકને અમારી હોસ્પિટલે સારવાર માટે પહોંચાડો, સેવાભાવી, પોલીસમેન અને તબીબે ખરા અર્થમાં માનવતા દાખવી માસુમ ને નવજીવન બક્ષવા માં મદદ રૂપ થતા શ્રમિક પરિવાર અવાચક બની જવા પામ્યો હતો.

આ પણ વાંચો : અંતે પૂર પહેલા પાળ બંધાઈ : વડોદરામાં પૂરની સ્થિતિમાં રાહત અને બચાવ માટે વહીવટી તંત્ર સજ્જ હોવાનો દાવો