ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે 10 દોષીઓને અપાયેલી સજાને યથાવત રાખવાનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં અદાલતે આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજીઓને ફગાવી દેતાં ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 2003 માં ગુજરાતના તત્કાલીન મંત્રીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા 12 લોકોમાંથી 10 લોકોએ સમીક્ષા અરજી કરી હતી.
૨૬ માર્ચ ૨૦૦૩ના રોજ વહેલી સવારે અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારે વિશેષ પોતા કોર્ટે તમા આરોપીને દોશી ઠેરવી ને આત્ન્ક્વાદના કાયદા હેઠળ ઉમરકેદની સજા ફરમાવી હતી. આરોપી દ્વારા આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ઓગષ્ટ ૨૦૧૧મ હાઇકોર્ટે સેશન કોર્ટના નિર્ણયને બદલીને તમામ આરોપીને છોડી મુક્યા હતા. હાઇકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ સીબીઆઈ એ ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેના 7 વર્ષ બાદ સુપ્રીમે હાઇકોર્ટના નિર્ણય ને બદલીને તમામ આરોપીને ઉમરકેદની સજા સંભળાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.