@અનિતા પરમાર
Ahmedabad News: અમદાવાદની ચાર સ્કૂલોમાં 300થી વધુ વાલીઓએ ખોટી આવક બતાવીને RTE હેઠળ બાળકનું એડમિશન મેળવ્યું છે શહેરમાં RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ ખોટી આવક બતાવીને એડમિશન લેનારા વાલીઓ સામે એક્શન લેવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.(Ahmedabad DEO)ત્યારે અમદાવાદની ચાર સ્કૂલોમાં 308 વાલીઓએ રજૂ કરેલા આવકના દાખલા કરતાં વધુ આવક હોવા છતાં ખોટી રીતે બાળકનો પ્રવેશ કરાવ્યો હોવાના પુરાવા સ્કૂલો દ્વારા શિક્ષણ અધિકારીની કચેરીમાં આપવામાં આવ્યાં છે. (School Admission)આગામી સમયમાં તમામ વાલીઓને શિક્ષણાધિકારીની કચેરીમાં બોલાવીને આ મુદ્દે સુનાવણી હાથ ધરાશે.
જો વાલીઓ ખોટા સાબિત થશે તો ચાલુ વર્ષના અંત સુધીમાં RTE હેઠળ મેળવેલું એડમિશન રદ કરાશે.રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ આવકના દાખલાના આધારે વાલીઓ ખાનગી સ્કૂલોમાં પોતાના બાળકનું એડમિશન કરાવે છે.આ વખતે એડમિશન લેવા માટે વાલીઓએ આઈટી રીટર્નનું સર્ટીફિકેટ પણ મુકવાનું હતું. જે કેટલાક વાલીઓએ મુક્યુ નહોતુ. સ્કૂલોમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાના ચાર મહિના બાદ ખાનગી રાહે તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્કૂલો દ્વારા વાલીઓના આવકના દાખલામાં દર્શાવેલી આવક કરતાં વધુ હોવાના પૂરાવા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવ્યાં છે.
સ્કૂલો દ્વારા થયેલી તપાસમાં 308 વિદ્યાર્થીના વાલીઓએ આવક કરતાં ઓછી આવકના દાખલાના આધારે એડમિશન મેળવ્યું હોવાનું સામે આવ્યું છે.સ્કૂલ દ્વારા વાલીઓના આઈટી રિટર્ન DEO કચેરીને આપવામાં આવ્યા છે.DEO દ્વારા તમામ વાલીઓને બોલાવીને સુનાવણી કરવામાં આવશે, જેમાં વાલીની રજૂઆત પણ સંભાળવામાં આવશે.
આ અંગે શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, શહેરમાં ચાર અલગ અલગ સ્કૂલોએ વાલીઓના આઈટી રીટર્ન અમને આપ્યાં છે. જેમાં વાલીની આવક આવકના દાખલા કરતાં વધુ છે. અમે તમામ વાલીઓને રૂબરૂ બોલાવીને સુનાવણી કરીશું. વાલી ખોટા હશે તો વર્ષના અંત સુધીમાં RTE હેઠળથી એડમિશન રદ કરાશે. સ્કૂલ સંચાલક ઈચ્છે તો વાલી પર પોલીસ પ્રક્રિયા પણ કરી શકે છે.
આ પણ વાંચો:સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ
આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત
આ પણ વાંચો:અમદાવાદમાં મોર્નિંગ વોક પર નીકળ્યા CM ધામી, સાબરમતી રિવર ફ્રન્ટ પર લોકો સાથે કર્યો સંવાદ
આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા