Gujarat/ કૌભાંડોની નગરી “સુરત” – સુરતની કૌભાંડ સિરિઝની વધુ એક સિઝન લોન્ચ, જોણો કઇ?

લોકડાઉનમાં ટોસિલીઝુમેબ ઇંજેક્શનથી શરૂ થયેલું કૌભાંડ સિરિઝનું તરકટ હવે ક્રેન કૌભાંડ સુધી આવી પહોંચ્યું છે. આ દરમિયાન ખીચડી, પતરા અને કૂતરાઓના ખસીકરણના કૌભાંડ પણ આ શહેરમાં થઇ ચૂક્યા છે. જોકે, હવે આ તમામની વચ્ચે હદ તો ત્યાં થઇ કે જ્યારે લોકડાઉનમાં લોકો ઘરમાં કેદ હતા ત્યારે 93 લાખનું ટોઇંગ ક્રેન કૌભાંડ સામે આવ્યું છે અને […]

Top Stories Gujarat Surat
scam કૌભાંડોની નગરી "સુરત" - સુરતની કૌભાંડ સિરિઝની વધુ એક સિઝન લોન્ચ, જોણો કઇ?

લોકડાઉનમાં ટોસિલીઝુમેબ ઇંજેક્શનથી શરૂ થયેલું કૌભાંડ સિરિઝનું તરકટ હવે ક્રેન કૌભાંડ સુધી આવી પહોંચ્યું છે. આ દરમિયાન ખીચડી, પતરા અને કૂતરાઓના ખસીકરણના કૌભાંડ પણ આ શહેરમાં થઇ ચૂક્યા છે. જોકે, હવે આ તમામની વચ્ચે હદ તો ત્યાં થઇ કે જ્યારે લોકડાઉનમાં લોકો ઘરમાં કેદ હતા ત્યારે 93 લાખનું ટોઇંગ ક્રેન કૌભાંડ સામે આવ્યું છે અને આ મામલો પોલીસ બેડામાં ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.

  • કૌભાંડોની નગર સુરત ! 
  • ટોસિલીઝુમેબ ઇંજેક્શન કૌભાંડ
  • પછી કર્યું ખીચડી કૌભાંડ
  • પછી લાવ્યા પતરા સ્કેમ
  • કૂતરા કૌભાંડ પણ કરી નાખ્યું
  • ….અને હવે પોલીસનું ટોઇંગ ક્રેન કૌભાંડ

સુરત શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ ઉપર ચાલતી ટોઇંગ ક્રેઇનને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો છે. લોકડાઉનના સમય દરમિયાન ટ્રાફિક પોલીસની ક્રેઇન બંધ રહી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને ૯3 લાખ રૂપિયા ગેરકાયદે ચૂકવી દેવાયો હોવાનો આક્ષેપ પોલીસ પર કરાયો છે. શહેરમાં વાહન વ્યવહાર બંધ હતો તેમ છતાં પણ ટ્રાફિક અધિકારીઓના મીલિભગતથી ભ્રષ્ટાચારને અંજામ આપી સરકારી નાણાં ખાનગી એજન્સીને આપી દેવાયા હોવાના ગંભીર આક્ષેપો થયા છે.

  • લોકડાઉનમાં પોલીસે ચલાવી માત્ર 8 ટોઇંગ ક્રેન
  • લોગશીટમાં એક જ પેનથી બધી એન્ટ્રીનો આક્ષેપ
  • સુરત પોલીસે આક્ષેપોને નકાર્યા
  • તપાસના નામે ભીનું સંકેલવાની કોશિષ
  • સુરત શહેરમાં કુલ 22 ક્રેન

આરટીઆઇ એક્ટિવિસ્ટના મતે 23 માર્ચના રોજ 22 ક્રેન માંથી 8 ક્રેન ચલાવવાનો ઓર્ડર કરાયો હતો. જ્યારે લોકડાઉન દરમિયાન 8 ક્રેનો પોલીસના સેવા કાર્યો અને અન્ય કામો માટે લેવામાં આવી હતી આરટીઆઇ એક્ટિવિસ્ટમાં ખુલાસો થયો છે કે (ગ્રાફિક્સ ઇન) માર્ચમાં રૂપિયા 30 લાખ, એપ્રિલમાં રૂપિયા 15 લાખ, મે મહિનામાં રૂપિયા 22 લાખ, જૂનમાં રૂપિયા 26 લાખ અને જુલાઈમાં રૂપિયા 27 લાખ ચૂકવવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી. જોકે RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવા દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો ને લઈને ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુમ્બે એ પાયા વગરના ગણાવ્યા છે.

FIR  નોંધી તપાસ કરવાની માગ

આ ભ્રષ્ટાચાર અંગે પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય પોલીસ, પોલીસ કમિશનર સુરત શહેર પોલીસ, ચીફ સેક્રેટરી ગુજરાત રાજ્ય, અધિક મુખ્ય સચિવ, ગૃહવિભાગ, ગુજરાત રાજ્ય,  લોકાયુક્ત ગુજરાત રાજ્ય, વિજીલન્સ કમિશનર ગુજરાત રાજ્ય, ડીરેક્ટર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય અને મદદનીશ ડીરેક્ટર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, સુરતને ફરિયાદ કરીને દિન ૩ માં FIR નોંધીને તપાસ હાથ ધરાવવાની માંગણી કરી છે.

સુરત શહેરમાં એકબાદ એક અનેક કૌભાંડ બહાર આવી રહ્યા છે.વધુ એક કૌભાંડ સાથે શહેરના RTI એક્ટિવિસ્ટ મેદાનમાં આવ્યા છે. સંજય ઈઝાવાએ પત્રકાર પરિષદ યોજી પત્રકાર પરિષદ યોજી સુરત ટ્રાફિક પોલીસ વિભાગ ઉપર આરોપ લગાવ્યો છે કે, લોકડાઉન દરમ્યાન ટોઇંગ ક્રેનના નામે લાખો રૂપિયા પચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે.કુલ 93 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર આચારયો હોવાની ગંધ આવતા એન્ટી કરપશન બ્યુરોમાં RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ ફરિયાદ નોંધાવી છે.

  • સુરત શહેરમાં વધુ એક કૌભાંડ
  • RTI એક્ટિવિસ્ટ મેદાનમાં
  • ટોઇંગ ક્રેનના નામે લાખો રૂપિયા પચાવી પાડવાનો આરોપ 

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો RTI એક્ટિવિસ્ટે આક્ષેપ કર્યો છે. જેના અનુસંધાને RTI એક્ટિવિસ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી,તો બીજી તરફ સમગ્ર મામલે સુરત ટ્રાફિક પોલીસ ડીસીપી  પ્રશાંત સુમ્બે એ આરોપોને ખોટા અને પાયા વિહોણા ગણાવ્યા છે

સુરત શહેરમાં એકબાદ એક અનેક કૌભાંડ બહાર આવી રહ્યા છે, ત્યારે વધુ એક કૌભાંડ સાથે શહેરના RTI એક્ટિવિસ્ટ મેદાનમાં આવ્યા છે. જેમાં RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ પત્રકાર પરિષદ યોજી સુરત ટ્રાફિક પોલીસ વિભાગ ઉપર આરોપ લગાવ્યો છે કે, લોકડાઉન દરમ્યાન ટોઇંગ ક્રેનના નામે લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાના આરોપ લગાવ્યા છે. જેમાં ક્રેનનો કોન્ટ્રાકટ ધરાવનાર અગ્રવાલ એજન્સીને કુલ 93 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જેમાં Rti એક્ટિવિસ્ટ એ નાયબ પોલીસ કમિશ્નર અને મદદનીશ પોલીસ કમિશ્નર સામે આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે ભ્રષ્ટાચાર આચારયો હોવાની ગંધ આવતા એન્ટી કરપશન બ્યુરોમાં RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં માર્ચમાં રૂપિયા 30 લાખ, એપ્રિલમાં રૂપિયા 15 લાખ, મેંમાં રૂપિયા 22 લાખ, જૂનમાં રૂપિયા 26 લાખ અને જુલાઈમાં રૂપિયા 27 લાખ ચૂકવવામાં આવ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે.

બીજીતરફ RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવા દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો ને લઈને ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુમ્બે એ પાયા વગર ના ગણાવ્યા છે. પત્રકાર પરિષદ યોજી પ્રશાંત સુમ્બે એ જણાવ્યુંં હતું સુરત શહેરમાં કુલ 22 ક્રેન ચાલે છે. 23 માર્ચના રોજ મેં 22 ક્રેન માંથી 8 ક્રેન ચલાવવાનો ઓર્ડર કર્યો હતો લોકડાઉન દરમિયાન 8 ક્રેનો માંથી અલગ અલગ કામો લેવામાં આવતા હતા લોકડાઉનના શરૂઆતમા નો પાર્કિંગ નો પ્રોબ્લેમ હતો લોકડાઉન દરમિયાન 37000 વાહનો ડિટેન કર્યા હતા ડિટેન કરેલા વાહનો લઇ જવા માટે  ક્રેનનો ઉપયોગ કરવામાં આવતો હતો.

એ કામ માટે ક્રેનનો ઉપયોગ થયો છે એપ્રિલ મહિનામાં ક્રેનની સંખ્યા વધારવા માટે પોલીસ સ્ટેશનો માંથી માંગ આવી રહી હતી કારણ એમને ડિટેન કરેલ વાહનો પોલીસ સ્ટેશનમાં લઈ જવા મુશ્કેલીઓ પડતી હતી વધુ 5 ક્રેન વધારવામાં આવી હતી અને પોલીસ અને લોકો સુધી ભોજન  પહોંચાડવા માટે 4 ઝોનમાં 4 ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મેં મહિના દરમિયાન તમામ ક્રેનો શરૂ કરી દીધી હતી જૂન અહીંના ક્રેનો ચાલી છે એ ક્રેન દ્વારા કામ કરવામાં આવ્યું છે એ પ્રમાણે બિલ ચૂકવામાં આવ્યું છે