ગુજરાત રાજ્યમાં વકરી રહેલી કોરોના પરિસ્થિતિને ધ્યાન માં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જયારે હાલમાં રાજ્યમાં ઘેરાયેલા કોરોના સંકટને જોતા રાજ્ય સરકાર દ્વારા વિધાર્થીઓના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના મહામારીના કારણે 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં બીજી સૂચના ન મળે ત્યાં સુધી ધો.10ની શાળા કક્ષા એ યોજાતી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરિક્ષાઓ મોકુફ રાખવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો નિર્ણય કર્યો છે. શાળા કક્ષાના વિષયોની પરીક્ષા 15 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન આઠ મહાનગરપાલિકા સિવાયના વિસ્તારમાં લેવાની રહેશે.ધોરણ 10 ના વિધાર્થીઓની કોવિડ ગાઈડ લાઈન પાલનથી પરીક્ષા યોજાશે. જેમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી આવતા વિધાર્થી પરીક્ષા આપી શકશે નહી. જયારે કન્ટેન્ટમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. તો કન્ટેન્ટમેન્ટના ઝોનના વિદ્યાર્થીઓએ પ્રિક્ષ આપતા પહેલા DEOની મંજૂરી લેવી પડશે.
રાજ્યમાં કોરોના વાઇરસ નો અજગરી ભરડો છે ત્યારે રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરિક્ષાને લઇ કેટલાક સુધારા કર્યા છે. તે મુજબ 8 મહાનગરપાલિકા વિસ્તારની શાળાઓએ બીજી સૂચના ન મળે ત્યાં સુધી આ પરીક્ષાઓ મોકૂફ રાખવાની રહેશે. આ સાથે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારની શાળાઓ તા.15મી થી 30મી એપ્રિલ સુધી શાળા કક્ષાના વિષયની પરીક્ષા લેવાની રહેશે.રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષાઓ તા.10 મેંથી 20 મે દરમિયાન યોજાનારી છે.