સુપ્રીમ કોર્ટ રામ મંદિર વિવાદ પર ચુકાદો આપી ચૂકી છે. રામ મંદિર વિવાદીત ભૂમી પર કેન્દ્ર સરકાર દ્વારા ટ્રસ્ટ બનાવી નિર્માણ કરવામાં આવે અને મુસ્લીમ પક્ષકારને SC દ્વારા 5 એકર વૈકલ્પીક જગ્યા આપવાનો આદેશ કરવમાં આવ્યો છે. આમતો SCનો ચૂકાદો એટલે સર્વ માન્ય ચૂકાદો કહેવાય છે. પરંતુ આ ચૂકાદો ફૂલ એન્ડ ફાઇનલ ચૂકાદો તો નથી જ. જી હા તમે બરોબર વાંચી રહ્યા છો કે આ ચૂકાદાને પણ પડકારી શકાય છે.
રિવ્યુ પિટીશન
SCનાં આ ચૂકાદા બાદ દરેક પક્ષની પાસે આ ચૂકાદાને પડકારવાનો હક આબાદિત છે. જી હા જો કોઇ પક્ષકાર આ ચૂૂકાદાથી પૂર્ણ રીતે સંતુષ્ઠ ન હોય તો તેને રિવ્યુ પિટીશન કરવાની તક રહેશે. કોઇપણ પક્ષકાર ચુકાદાને લઇ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી શકે છે. આ રિવ્યુ પિટીશન પર SCની બેન્ચ સુનવણી કરી શકે છે. જો કે, કોર્ટને એ નક્કી કરવું પડશે કે આ પુનર્વિચાર અરજી કે રિવ્યુ પિટીશનને કોર્ટમાં સાંભળવી કે પછી જજે પોતાની ચેમ્બરમાં સાંભળવી. બેન્ચ પોતાના સ્તર પર જ આ અરજીને નકારી પણ શકે છે અથવા તો પછી તેની ઉપરની બેન્ચને સ્થળાંતરિત કરી શકે છે. જો કે, કોર્ટના ચુકાદાના અત્યાર સુધીનો ઇતિહાસ બતાવે છે કે બેન્ચ પોતાના સ્તર પર જ અરજી પર ફેંસલો લઇ લે છે.
કયૂરેટિવ પિટીશન
સુપ્રીમ કોર્ટની તરફથી પુનર્વિચાર અરજી પર ચુકાદો સાંભળ્યા બાદ પણ પક્ષકારોની પાસે બીજો એક વિકલ્પ હશે. કોર્ટના ચુકાદાની વિરૂદ્ઘ આ બીજો અને છેલ્લો વિકલ્પ છે. જેને કયૂરેટિવ પિટીશન કહેવાય છે. જો કે કયૂરેટિવ પિટીશન પુનર્વિચાર અરજીથી થોડો અલગ છે. તેમાં ચુકાદાની જગ્યાએ કેસમાં એ મુદ્દા કે વિષયોને ચિન્હિત કરવાના હોય છે જેમાં તેને લાગે છે કે આના પર ધ્યાન આપવાની જરૂર છે. આ કયૂરેટિવ પિટીશન પર પણ બેન્ચ સુનવણી કરી શકે છે, અથવા તો પછી તેને રદ કરી શકે છે. આ સ્તર પર ચુકાદો થયા બાદ કેસ ખત્મ થઇ જાય છે અને જે પણ નિર્ણય આવે છે તે સર્વમાન્ય થઇ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન