Narmada News: નર્મદાના (Narmada) રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદીના (Ashwin River) ધસમસતા પાણીમાં પીક અપ ગાડી સાથે એક યુવક તણાયો છે. તિલકવાડા પોલીસ અને SDRF ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરીને કલાકોની મહેનત બાદ યુવકને સલામત બચાવી લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને પગલે નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા અશ્વિન અને મેણ નદીમાં હાલ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદી તરફ નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે.
પરંતુ તેમ છતાં ઘણીવાર લોકો નદી તરફ જતા હોય છે અને ગંભીર ઘટના સામે આવતી હોય છે આવી જ એક ઘટના ગત રોજ તિલકવાડા તાલુકાના રામપુરી અને પીછીપુરા વચ્ચે આવેલી અશ્વિન નદીમાં બની છે. અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે ખૂબ જ નીચી સપાટીનો હોય ત્યારે ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે હાલ અશ્વિન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે અને બ્રિજ ઉપરથી ધસમસતા પાણી પસાર થઈ રહ્યા છે.
ત્યારે ગત રોજ રાત્રિના રાજસ્થાનના ગંગાપુર જિલ્લાના દાતાસુતિ ગામનો રવિરાજ ફૂલમીના નામનો એક યુવક પોતાની પીક અપ ગાડી લઈ રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદીના કોઝવે ઉપરથી પસાર થતો હોય ત્યારે અશ્વિન નદીના ધસમસતા પાણીમાં પીક અપ ગાડી સાથે ખેંચાયો હતો અને બચાવ બચાવની બૂમો પાડતા સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ તિલકવાડા PSI જે. એમ. લટા સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને SDRF ની ટીમનો કોન્ટેક્ટ કરી કલાકોની ભારે મહેનત બાદ દિલધડક રેસ્ક્યુ કરીને યુવકને સલામત રીતે બચાવી લેવામાં આવ્યો છે.
@વસિમ મેમણ
આ પણ વાંચો:લોનાવાલામાં ઝરણાંના વહેણમાં તણાયો પરિવાર, મહિલા સહિત 4 બાળકોના થયા મૃત્યુ, જુઓ વીડિયો
આ પણ વાંચો:ગોંડલમાં રીક્ષા તો જામજોધપુરમાં બળદગાળા સાથે ખેડૂત તણાયો
આ પણ વાંચો:કચ્છમાં એક જ કુટુંબના 5 સભ્યો તણાતા બચાવવા પડેલ યુવાન પણ તણાયો, 1 નું મોત-2 ગંભીર-3 લાપતા