Vadodara News: વડોદરામાં શ્રીજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં (Shreeji Agro Industries) સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આટા બનાવતી એગ્રો (Agro)કંપનીમાં પંચમહાલ જીલ્લામાંથી સરકારી અનાજનો (Ration) જથ્થો ઠલવાતો હોવાની આશંકાથી મોડી રાત્રે મામલતદાર અને ડી.એસ.ઓ (District Supply Officer)ની ટીમ ત્રાટકી હતી અને સઘન તપાસ હાથ ધરી છે.
વડોદરામાં આવેલી શ્રીજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર્સ અને મામલતદારની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આટા, સૂજી બનાવતી શ્રીજી એગ્રો કંપનીમાં અધિકારીઓએ તપાસ આરંભી હતી. મળતી માહિતી મુજબ પંચમહાલ જીલ્લામાંથી ગરીબોને મળતું સરકારી રાશનનો જથ્થો શ્રીજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં સપ્લાય કરાતો હોવાનું મળ્યું હોવાની આશંકાથી ડી.એસ.ઓ. અને મામલતદારની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:પાટનગરમાં આવકવેરા વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ
આ પણ વાંચો:રામલલ્લાનાં દર્શન કરવા ઈચ્છતાં શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર…
આ પણ વાંચો:Aamir Khan/આમિર ખાને નથી જોઈ સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મો, દિગ્દર્શકની કમેન્ટનો આપ્યો જવાબ