Not Set/ મેટ્રોમાં સીટ ન મળી તો મોદીનાં કદ્દાવર નેતાએ ઉભા રહી સફર કર્યો પૂરો, આસપાસનાં લોકો રહ્યા અજાણ

ઉચો હોદ્દો અને સરકારી સગવડ સરળતાથી પચાવી શકાતી નથી. પીએમ મોદીનાં વિશ્વાસુ, ખાસ અને ઉચ્ચ શિક્ષિત કદ્દાવર મંત્રી એ આ કહેવતને અર્થહીન સાબિત કરી દીધા છે. જનતાની નજરમાં, આ મંત્રીનું પદ ભલે ‘હાઈ પ્રોફાઇલ’ હોઈ શકે છે, પરંતુ એક દિવસ પહેલા તેમણે દિલ્હીની ‘મેટ્રો’ રેલ પર સામાન્ય લોકોની વચ્ચે પ્રવાસ કર્યો હતો અને કોઈને તેની […]

Top Stories India
gajendra 1 મેટ્રોમાં સીટ ન મળી તો મોદીનાં કદ્દાવર નેતાએ ઉભા રહી સફર કર્યો પૂરો, આસપાસનાં લોકો રહ્યા અજાણ

ઉચો હોદ્દો અને સરકારી સગવડ સરળતાથી પચાવી શકાતી નથી. પીએમ મોદીનાં વિશ્વાસુ, ખાસ અને ઉચ્ચ શિક્ષિત કદ્દાવર મંત્રી એ આ કહેવતને અર્થહીન સાબિત કરી દીધા છે. જનતાની નજરમાં, આ મંત્રીનું પદ ભલે ‘હાઈ પ્રોફાઇલ’ હોઈ શકે છે, પરંતુ એક દિવસ પહેલા તેમણે દિલ્હીની ‘મેટ્રો’ રેલ પર સામાન્ય લોકોની વચ્ચે પ્રવાસ કર્યો હતો અને કોઈને તેની જાણ પણ થઇ નહોતી.

3 સપ્ટેમ્બર, 2019 નાં રોજ સવારે 9:30 થી 9:30 વાગ્યા દરમિયાન, એક વ્યક્તિ દિલ્હીથી મેટ્રો ટ્રેનમાં ચઠે છે. મુસાફરોની ભારે ભીડ નહોતી. પરંતુ મેટ્રોમાં જ્યાં આ વ્યક્તિ સવાર થયો, ત્યા મુસાફરોની સંખ્યા ઓછી પણ નહોતી. સરળ શબ્દોમાં કહીએ તો, તે મેટ્રોમાં બેસવાની એક પણ બેઠક ખાલી નહોતી. તેમણે દિલ્હીથી ફરીદાબાદ અને ત્યારબાદ પાછા ઇન્દિરા ગાંધી એરપોર્ટ સુધી ઉભા જ સફર કરવો પડ્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કેન્દ્રિય મંત્રી હોવા છતાં મેટ્રોમાં ઉભા રહીને યાત્રા કરી? જવાબ આપવાને બદલે, તેમણે વળતો સવાલ પૂછ્યો, “કેમ શું થયું? તેમા હેરાન થવાની શું વાત છે? જો હું મંત્રી છું, તો શું હું મેટ્રોમાં મુસાફરી કરી શકતો નથી? મેટ્રોમાં મુસાફરી કરવાનો એક અલગ જ આનંદ છે.”

pjimage 2019 09 05T083219.063 મેટ્રોમાં સીટ ન મળી તો મોદીનાં કદ્દાવર નેતાએ ઉભા રહી સફર કર્યો પૂરો, આસપાસનાં લોકો રહ્યા અજાણ

પરંતુ આ મેટ્રો યાત્રાનો વિચાર ક્યાંથી આવ્યો? તે પણ મોડી રાત્રે? તેમણે કહ્યું, “ખરેખર મારે ફરીદાબાદમાં એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા જવાનુ હતુ. મને થયુ કે દિલ્હીથી મેટ્રો પકડવામાં આવે. હું રાત્રે 10 વાગ્યે ફરીદાબાદમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. ત્યારબાદ મેં મેટ્રો લીધી હતી અને દિલ્હીનાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક ચાલ્યો ગયો. મારે દિલ્હીની બહાર જવાનુ હતુ.” આઈએએનએસ સાથેની બે તસવીરોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, મંત્રી મેટ્રોની સ્ટીલની રોડ પકડી ઉભા રહીને મોબાઇલ ફોન પર સામાન્ય માણસની જેમ વાત કરી રહ્યા છે. કોઈ તમાજામ નહીં. સાથે એક બીજો સામાન્ય માણસ મંત્રીની નજીક ઉભો છે.

વાત અહી જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની થઈ રહી છે. મોદી સરકારનાં પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી રહી ચૂકેલા શેખાવતે 2014 ની લોકસભાની ચૂંટણીમાં ચાર લાખથી વધુ મતોથી વિજય મેળવ્યો હતો. 3 ઓક્ટોબર 1967 નાં રોજ રાજસ્થાનનાં સીકરનાં મહરૌલી ગામમાં જન્મેલા શેખાવતે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.