Election/ અમદાવાદ મનપાની કેટલીક બેઠકો માટે કોંગ્રેસમાં હર હંમેશની જેમ આ વખતે પણ કકળાટ…?

અમદાવાદ મનપાની કેટલીક બેઠકો માટે કોંગ્રેસમાં હર હંમેશની જેમ આ વખતે પણ કકળાટ

Top Stories Ahmedabad Gujarat
ગાઝીપુર 8 અમદાવાદ મનપાની કેટલીક બેઠકો માટે કોંગ્રેસમાં હર હંમેશની જેમ આ વખતે પણ કકળાટ...?
@રીમા દોશી, અમદાવાદ 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે રાત્રે સુરત રાજકોટ વડોદરા ભાવનગર જામનગરના કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ચુંટણી માટેના નામ હજી જાહેર કરવામાં આવ્યા નથી ત્યારે મંગળવારે રાત સુધીમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદના 50 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી શકે છે. તો વળી હજી પણ અમદાવાદ મનપાની કેટલીક બેઠકો માટે કોંગ્રેસમાં હર હંમેશની જેમ આ વખતે પણ કકળાટ જોવા મળી રહ્યો છે. શહેરના કોંગ્રેસના 4 ધારાસભ્યો તમના વિસ્તારમાં આવતા વૉર્ડ માટે તેમની પેનલ માંગી રહ્યા છે તો વળી એક ધારાસભ્ય તેમના પુત્રને લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે

જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા વર્ષ 2015 ની જેમ આ વર્ષે પણ ચૂંટણી લડવાના મુડમાં છે. સાથેજ તેમની માંગ  છે કે આ વખતે તેઓ જમાલપુરના બદલે ખાડિયા વૉર્ડ થી ચૂંટણી લડે સાથે જ જમાલપુર અને ખાડિયા બન્ને વૉર્ડની કોંગ્રેસની પેનલ તે જ નક્કી કરે તે પ્રમાણે પાર્ટી ટિકિટની ફાળવણી કરે

દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ની માંગ છે કે દરિયાપુર શાહપુર આ બંને વોર્ડમાં તેમની પસંદગીની પેનલ ને જ કોંગ્રેસ ટિકિટની ફાળવણી કરી તો બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ની પણ એ જ માંગ છે કે બાપુનગર અને ઇન્ડિયા કોલોની બંને વોર્ડની પેનલ તે કહે તે પ્રમાણે જ ટિકિટની ફાળવણી થાય

વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડની માંગ છે કે તેમના પુત્ર મેહુલ ભરવાડને લાંભા વૉર્ડ થી ટિકિટ આપે ત્યારે આ બેઠક પરથી કોંગ્રેસ મેહુલ ભરવાડ ના સ્થાને કાળુભાઈ ભરવાડ સ્થાનિક ને ટિકિટ આપી શકે છે જેનું કારણ છે કે કાળુ ભરવાડ સ્થાનિક હોવાની સાથે સાથે જ 2010માં અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા જ્યારે મેહુલ ભરવાડને ૨૦૧૦ અને ૨૦૧૫માં હારનો સામનો કરવો પડ્યો હતો

ભાજપમાં પણ ટીકીટને લઈને કકળાટ

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ 3 ટર્મ કાઉન્સિલ રહી ચૂકેલા ને ટિકિટ નહીં આપવાની વાત કરી છે જેના કારણે ભાજપના ૨૦ થી વધુ સિનિયર કાઉન્સિલરોની ટીકીટ કપાઇ શકે તેમ લાગી રહ્યું છે ત્યારે આ તમામ બેઠકો જેમકે ખાડિયા વાસણા શાહીબાગ પર કોંગ્રેસ ભાજપે તેના ઉમેદવારો જાહેર કર્યા બાદ જ ઉમેદવાર જાહેર કરી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો