Not Set/ video: વિધાનસભા ચોમાસા સત્રનો બીજો દિવસ, કોંગી નેતાઓ સાયકલ રેલી યોજી સરકારને ઘેરવાનો પ્રયાસ

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના બીજા અને અંતિમ દિવસ છે. ત્યારે આજે કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મુદ્દે પ્રદર્શન કરવાની છે. આજે કોંગી નેતાઓ સાયકલ રેલી યોજી રહ્યા છે અને મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસના ધારાસભ્યો એમએલએ ક્વાર્ટરથી વિધાનસભા સુધી સાઇકલ રેલી યોજી છે. કોંગ્રેસના ધારાસભ્યો સાઇકલ રેલી કાઢીને મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા […]

Top Stories
mantavya 1 video: વિધાનસભા ચોમાસા સત્રનો બીજો દિવસ, કોંગી નેતાઓ સાયકલ રેલી યોજી સરકારને ઘેરવાનો પ્રયાસ

ગાંધીનગર,

ગુજરાત વિધાનસભાના બીજા અને અંતિમ દિવસ છે. ત્યારે આજે કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મુદ્દે પ્રદર્શન કરવાની છે. આજે કોંગી નેતાઓ સાયકલ રેલી યોજી રહ્યા છે અને મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે.

mantavya 2 video: વિધાનસભા ચોમાસા સત્રનો બીજો દિવસ, કોંગી નેતાઓ સાયકલ રેલી યોજી સરકારને ઘેરવાનો પ્રયાસ

કોંગ્રેસના ધારાસભ્યો એમએલએ ક્વાર્ટરથી વિધાનસભા સુધી સાઇકલ રેલી યોજી છે. કોંગ્રેસના ધારાસભ્યો સાઇકલ રેલી કાઢીને મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાનો વિરોધ કરી રહ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ સાઇકલ રેલી કાઢતી વખતે ગળામાં ભાજપ વિરોધી બેનરો પહેરી રાખ્યાં હતાં. સાઇકલની પૂરતી વ્યવસ્થા ન થતાં કોંગ્રેસના અમુક સભ્યોએ પેંડલ રિક્ષા પણ ચલાવી હતી.

વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ તરફથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એક આક્રોશ સંમેલન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસનો આ કાર્યક્રમ લોકોની પાંખી હાજરીને કારણે મોડો શરું થયો હતો. બાદમાં ત્યાંથી રેલી સ્વરૂપે કોંગ્રેસના કાર્યકરો વિધાનસભાનો ઘેરાવ કરવા માટે નીકળ્યા હતા.

જોકે, રસ્તા પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હોવાથી કોંગ્રેસના કાર્યકરો વિધાનસભા પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. બપોર બાદ પોલીસે અટકાયત કરવામાં આવેલા તમામ કાર્યકરોને છોડી મૂક્યા હતા.

બુધવારે વિધાનસભામાં છ જેટલા પ્રસ્તાવ પસાર થઈ શકે છે.

1- મંજૂરી વગર સ્કૂલ અને પ્રશ્નપત્ર લીક થવાના કેસમાં કડક સજા સાથેનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ

2- ચેન સ્નેચિંગના ગુનામાં સજા 10 વર્ષ કરવા અંગેનું બિલ

3- જીએસટી સુધારા વિધેયક બિલ

4- માલિકી અધિનિયમ બિલ ( ફ્લેટના 75 ટકા માલિકો સહમત હોય તો રિડેવલપમેન્ટ મંજૂરી)

5- નગરપાલિકા સુધારા બિલ

6- બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની રચના માટેનું બિલનો સમાવેશ થાય છે.