કોરોનાની વેક્સીનના બીજો ડોઝ ક્યારે લેવો? આ અંગે લોકોમાં દ્વિધા ન રહે તે માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલ દ્વારા સ્પષ્ટતા સાથે માહિતી જાહેર કરવામાં આવી છે.કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઇ ચુકેલા લોકો માટે બીજો ડોઝ ક્યારે લેવાનો થશે તેની જાણકારી આપવામાં આવી છે. જેમાં કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ ૪૨ દિવસ પછી જ લેવાનો છે, જયારે કોવેક્સ વેક્સિનનો બીજો ડોઝ ૨૮ દિવસ પછી લેવાનો છે,તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ ઉપરાંત ખાસ કરીને એ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઉંમર ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે વેક્સીનેશનની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા માટેની વિગત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન કરાવનારા દરેક વ્યક્તિને બે SMS મળશે. બીજા SMS માં વેક્સીનેશન માટે સ્થળ અને સમયની જાણકારી આપવામાં આવે ત્યારબાદ વેક્સીન લેવાની રહેશે.
આ ઉપરાંત ઉંમર ૧૮ થી ૪૪ વર્ષના લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ મેળવવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અંગે પણ માહિતી આપવામાં આવી છે જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિને મોબાઈલમાં બે SMS આવશે. જે પૈકી પ્રથમ SMS રજીસ્ટ્રેશનનો હોય છે અને બીજા SMS માં વેક્સીનેશન માટેના સ્થળ અને સમય દર્શાવેલ હોય છે. આ બીજો SMS આવ્યા પછી જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થાય છે. આ પછી નિયત થયેલા સમયે જ વેક્સીન લેવા માટે જવાનું રહેશે.
· બીજો ડોઝ
> કોવીશીલ્ડ વેક્સીનેશનનો બીજો ડોઝ ૪૨ દિવસ પછી જ લેવાનો છે.
> કોવેક્સ વેક્સીનનો બીજો ડોઝ ૨૮ દિવસ પછી લેવાનો છે.
· રજીસ્ટ્રેશન (ઉંમર ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે)
સ્ટેપ – ૧
> કોવીડ પોર્ટલમાં રજીસ્ટ્રેશન
> રજીસ્ટ્રેશન પુર્ણ થયા બાદ મોબાઈલમાં એક SMS આવશે. આ SMS માત્ર રજીસ્ટ્રેશનનો છે.
> સ્ટેપ – ૨
> રજીસ્ટ્રેશનનો મેસેજ આવ્યા બાદ ઓનલાઈન સેશન સાઈટ તથા ટાઈમ સ્લોટ માટે નોંધણી કરાવવી..
> નોંધણી કરાવવા માટે રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે સેશન સાઈટ ઓપન કરવામાં આવે છે.
> નોંધણી સફળતાપૂર્વક પુર્ણ થયા બાદ બીજો SMS આવશે. જેમાં આપને વેક્સીનેશન માટેનું સ્થળ અને સમય દર્શાવેલ હોય છે.
> આ બીજો SMS મળ્યા બાદ આપ રજીસ્ટ્રેશન કરેલ સેશન સાઈટ ખાતેથી વેક્સીન લઈ શકો છો.