જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો માટે આતંકવાદ હજુ પણ એક પડકાર છે. જો કે આતંકીઓને ખતમ કરવા માટે ગુપ્ત માહિતી અને સૈન્યના ઇનપુટ્સના આધારે સતત એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યું છે. મોડી રાત્રે પણ અનંતનાગમાંથી એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યાની માહિતી આપી છે. હજુ ઓપરેશન ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે પોલીસે કહ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના તંગપાવામાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ આ વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણ ફાટી નીકળી હતી. સુરક્ષા દળોની સંયુક્ત ટીમે શંકાસ્પદ સ્થળને ઘેરી લેતાં જ છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો અને અથડામણ શરૂ કરી દીધી, એમ એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું.
બે લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદીઓ, જેમને આતંકવાદને પુનર્જીવિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં જાહેર સુરક્ષા કાયદા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી. બાંદીપોરા પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે, “લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીઓ – ઈશ્ફાક મજીદ ડાર અને વસીમ અહેમદ મલિક -ને જાહેર સુરક્ષા કાયદા હેઠળ બાંદીપોરામાં અટકાયતમાં લેવામાં આવ્યા છે.