સુરત ની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટેનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં વિધ્યાર્થીઓ દ્વારા માર્કસીટમાં ચેડાં કરીને પ્રવેશ મેળવવામાં આવ્યો છે. હોસ્ટેલમાં પ્રવેશના નિયમ પ્રમાણે 50 ટકા માર્ક્સ જરૂરી હોય છે.
હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટે વિધ્યાર્થી દ્વારા માર્કસિટમાં ચેડાં કરવામાં આવ્યા હતા. અને ખોટી રીતે પ્રવેશ મેળવવામાં આવ્યો હતો. યુનિવેર્સિટી દ્વારા વેરિફિકેશન માટે માર્કશીટ મંગાવતા, અનેક વિદ્યાર્થીઓએ વેરિફિકેશન માટે ઓરિજિનલ માર્કશીટ રજૂ કરી નહિ. અને આ આખો મામલો સામે આવ્યો હતો. સમગ્ર મામલાનો રિપોર્ટ ગાંધીનગર કરાયો છે. જેની તપસ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.