તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ સેલેબ્સની પાર્ટીઓ પણ શરૂ થઈ જાય છે. ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીએ તેમના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં સલમાન ખાન તેની રયૂમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં સલમાન ખાન બ્લેક શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળ્યો હતો જ્યારે યુલિયાએ બ્લેક યલો અને વ્હાઇટ કલરની પોલ્કા સાડી પહેરી હતી. ભૂતકાળમાં પણ બંનેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સલમાન અને યુલિયાને જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે બંને વચ્ચે કંઈક અણબનાવ છે.
આ પણ વાંચો : સલમાન ખાને તેના ભાઈ શાહરુખ ખાનને બર્થ ડે પર આ રીતે કર્યું વિશ, તમે પણ જુઓ
યુલિયા વંતુરનું નામ લાંબા સમયથી સલમાન ખાન સાથે જોડાઈ રહ્યું છે. સલમાનના પરિવાર સાથે યુલિયાના સંબંધો પણ ઘણા સારા છે. યુલિયા સલમાનના ઘરના દરેક ફંક્શનમાં સાથે આવે છે. આ સાથે સલમાન પણ યુલિયા સાથે ઈવેન્ટ કે ફંક્શનમાં જાય છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ તેમના સંબંધોના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. સલમાન ખાન પણ પ્રોફેશનલી રીતે યુલિયાને ઘણો સપોર્ટ કરે છે. યુલિયા વંતુર ફિલ્મ ‘ઓ તેરી’માં સલમાન સાથે આઈટમ સોંગમાં જોવા મળી હતી.
https://www.instagram.com/reel/CVyLtMcKXDM/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :લગ્નના ડ્રેસમાં જોવા મળી સપના ચૌધરી, વીડિયો જોઈએ ચાહકો થયા આશ્ચર્યચકિત
આપને જણાવી દઈએ કે સલમાન ખાનની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે. સલમાન ખાનને ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે, પરંતુ સલમાન કોને ફોલો કરે છે તેનું લિસ્ટ નાનું છે. સલમાન ખાન યુલિયા વંતુરને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. પહેલા લોકડાઉન દરમિયાન યુલિયા સલમાન ખાન સાથે તેના ફાર્મ હાઉસમાં રોકાઈ હતી. બંનેના ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા. યુલિયા સિવાય સલમાન ખાન પણ કેટરીના કૈફને ફોલો કરે છે. આજે બંને વચ્ચે અંગત કંઈ હોય કે ન હોય, પરંતુ પ્રોફેશનલ બોન્ડિંગ એકદમ સારું છે. બંને ફિલ્મ ટાઈગર 3માં સાથે જોવા મળશે.
આ પણ વાંચો :WWE સુપરસ્ટારે દિવાળીનાં અવસર પર ભારતીઓને આપ્યો આ ખાસ સંદેશ, Video
આ પણ વાંચો :રાખી સાવંતે પ્રેમ ચોપરાને કરી KISS, યુઝર્સ બોલ્યા – અરે રાખી મેમ, તેમણે તો…
આ પણ વાંચો : અહાન શેટ્ટી-તારા સુતારિયાની ફિલ્મ તડપનું પ્રથમ સોંગ તુમસે ભી જ્યાદા રિલીઝ