બોલિવૂડ એક્ટ્રેસ અને ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી આજકાલ માલદીવમાં રજાઓની મજા માંણી રહી છે. શિલ્પા શેટ્ટી તેના અભિનયથી ફેશન જગતમાં જાણીતી છે. અભિનેત્રી બી ટાઉનમાં તેની સ્ટાઇલિશ સાડી અને અમેઝિંગ ફેશન સેન્સ માટે જાણીતી છે.
તાજેતરમાં અભિનેત્રીએ તેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં અભિનેત્રી બિકીનીમાં ચાલતી નજરે પડી રહી છે. તેનો આ બિકીની વોક વાળો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
શન ડેસ્ટિનેશનએ શિલ્પા શેટ્ટીની પસંદનું ડેસ્ટિનેશન માલદિવ્સ છે. શિલ્પા સમુંદરને ખૂબ પ્રેમ કરે છે, તે ઘણીવાર રજાઓ ગાળવા માલદીવ જાય છે. અભિનેત્રીનાં આ લુક વિશે વાત કરીએ તો અભિનેત્રીએ ફ્લોરલ લાંબી ડ્રેસ પહેરી છે.
શિલ્પા શેટ્ટીની કારકિર્દીની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં ફિલ્મ હંગામા 2 માં જોવા મળશે. ફિલ્મમાં શિલ્પા શેટ્ટીની સાથે મીજાન જાફરી અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય શિલ્પા શેટ્ટી ફિલ્મ નિકમ્મામાં પણ જોવા મળશે. નિકમ્મા ફિલ્મમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી ભાગ્યશ્રીનાં પુત્ર અભિમન્યુ દાસાણી સાથે જોવા મળશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…