T20 World Cup/ પાકિસ્તાનની જીત બાદ ભારતમાં આતિશબાજી પર ભડક્યો સેહવાગ, કહ્યું – પ્રતિબંધ છે તો પછી….

પોતાના ટ્વિટર હેન્ડલ પર સહેવાગે લખ્યું કે દિવાળી દરમિયાન ફટાકડા પર પ્રતિબંધ છે, પરંતુ ભારતના કેટલાક ભાગોમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

Top Stories Sports
સેહવાગ

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના હાથે ટીમ ઈન્ડિયાની હાર બાદ દિલ્હીના અનેક વિસ્તારોમાં ફટાકડાની ગુંજ સંભળાઈ હતી. પાકિસ્તાનના હાથે ભારતની હાર બાદ ભારતના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે ફટાકડા ફોડવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. સેહવાગ દ્વારા ટ્વીટમાં  કહેવામાં આવ્યું છે કે જ્યારે ભારતમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છે, તો તે અચાનક ક્યાંથી આવી ગયા. પોતાના ટ્વિટર હેન્ડલ પર સેહવાગે લખ્યું કે દિવાળી દરમિયાન ફટાકડા પર પ્રતિબંધ છે, પરંતુ ભારતના કેટલાક ભાગોમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ઠીક છે, તેઓ ક્રિકેટની જીતની ઉજવણી કરી રહ્યા હશે. તો દિવાળી પર ફટાકડા સાથે શું ખોટું છે? શા માટે દંભ, તમામ જ્ઞાન ત્યારે જ યાદ આવે છે.

સેગવાહ

આ પણ વાંચો :જીત બાદ બાબર આઝમે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને જે કહ્યુ તે સાંભળી વિરોધી ટીમોનો છૂટી જશે પરસેવો, Video

ભારત સામે પાકિસ્તાનની જીત અંગે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જ્યાં લોકો પાકિસ્તાનની જીત માટે ભારતમાં ઉજવણી કરતા જોવા મળે છે. તે જ સમયે, સોશિયલ મીડિયામાં કેટલાક આવા વીડિયો પણ જોવા મળી રહ્યા છે જેમાં લોકો ફટાકડા ફોડતા જોવા મળી રહ્યા છે.

પાકિસ્તાનનાં ગૃહમંત્રી શેખ રશીદે ભારત સામે પાકિસ્તાનની જીત પર ઝેર ઓકયું છે. પાકિસ્તાનના ગૃહમંત્રીએ કહ્યું છે કે આ જીત બાદ ભારતીય મુસ્લિમો સહિત વિશ્વના તમામ મુસ્લિમો ઉજવણી કરી રહ્યા છે. તેમણે ધર્મ વિશે ઝેર ઓકતા કહ્યું કે પાકિસ્તાની ટીમની જીતને અલ્મી ઇસ્લામની જીત તરીકે ઓળખવામાં આવી છે.

આ પણ વાંચો :પાકિસ્તાનની જીત બાદ ‘મારો મુજે મારો’ ફેમ મોમિન એટલો ખુશ થયો કે કરવા લાગ્યો ડાન્સ, Video

ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચ બાદ પંજાબના સંગરુર જિલ્લામાં સ્થિત એક એન્જિનિયરિંગ સંસ્થામાં કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓ અને ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કથિત ઝપાઝપીના અહેવાલો પણ આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે રવિવારે રાત્રે મેચ બાદ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

કાશ્મીરના કેટલાક વિદ્યાર્થીઓ અને ઉત્તરપ્રદેશ અને બિહારના અન્ય વિદ્યાર્થીઓ સંગરુરની ભાઈ ગુરદાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં પોતપોતાના રૂમમાં મેચ જોઈ રહ્યા હતા. મેચમાં ભારતની હાર બાદ વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો :શું રોહિતને ડ્રોપ કરશો? PAK થી હાર્યા બાદ પત્રકાર પર ગુસ્સે થયો વિરાટ કોહલી

દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાશ્મીરી વિદ્યાર્થી આક્ષેપ કરતો જોવા મળી રહ્યો છે કે ઉત્તર પ્રદેશના કેટલાક વિદ્યાર્થીઓ તેના રૂમમાં ઘૂસ્યા હતા. વીડિયોમાં વિદ્યાર્થી કહી રહ્યો છે કે, “અમે અહીં એક મેચ જોઈ રહ્યા હતા અને ઉત્તરપ્રદેશના કેટલાક વિદ્યાર્થીઓ બળજબરીથી અમારા રૂમમાં પ્રવેશ્યા. અમે અહીં ભણવા આવ્યા છીએ.” વિદ્યાર્થીએ વીડિયોમાં તેના રૂમને થયેલ નુકસાન પણ બતાવ્યું. પોલીસે જણાવ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :પાકિસ્તાનની ભારત વિરુદ્ધ ICC વર્લ્ડકપમાં પહેલી જીત પર શું બોલ્યા PM ઈમરાન ખાન

આ પણ વાંચો :મેચનાં અંતે ધોની પાકિસ્તાની ખેલાડીઓને સમજાવતો જોવા મળ્યો, ICC એ શેર કર્યો Video